NRI From Germany Gives Up Land In Gujarat For Bullet Train Project
  • Home
  • Featured
  • NRI ગુજરાતી સવિતાબેને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે આપી દીધી જમીન

NRI ગુજરાતી સવિતાબેને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે આપી દીધી જમીન

 | 11:36 am IST

પાદરા તાલુકાના ચાણસદમાં આવેલી 1.57 હેકટર જમીન નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સંપાદન કરવામાં આવી છે. બુલેટટ્રેન પ્રોજેકટ માટે સંપાદિત કરવામાં આવેલી આ પ્રથમ જમીન છે. જેમાં જર્મનીથી પરત ફરેલી મહિલાએ પણ ગઇકાલે તેની જમીન NHSRCLને આપી હતી. જે પેટે તેને વળતર પણ ચુકવી દેવામાં આવ્યુ હતુ.

અમદાવાદ -મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે NHSRCL દ્વારા જમીન સંપાદન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રોજેકટ માટે કુલ 1436 હેકટર જમીન સંપાદન કરવામાં આવનાર છે. આ જમીન સંપાદન માટે 10 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યુ છે. આ પ્રોજેકટ માટે જમીન સંપાદન કરવાની કામગીરી 31મી ડિસેમ્બર 2018 સુધી પુર્ણ કરવાની કવાયત NHSRCL દ્વારા હાથ ધરવામાં આવી છે.

પાદરા તાલુકાના ચાણસદ ગામની કુલ 11 એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જરૃરી છે. જે પૈકી 1.57 હેકટર જમીન NHSRCL દ્વારા સંપાદન કરવામાં આવી છે. જેમાં સાત વ્યકિતઓએ તેમની જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આપી છે. જે માટે રૂ.8.44 કરોડનું વળતર પણ ચૂકવી દેવામાં આવ્યુ છે જેમાં જર્મનીથી 33 વર્ષે પરત વતનમાં આવેલી સવિતાબેન નામની મહિલાએ તેની જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આપી છે. આ મહિલાને તેની જમીન માટે રૂ.30,234નું વળતર ચુકવવામાં આવ્યું છે.

પાદરા તાલુકાના ચાણસદમાં રહેતા સવિતાબેનના લગ્ન મકરપુરા ખાતે થયા હતા. ત્યાંથી તેઓ પતિ અને પુત્ર સાથે જર્મની ગયા હતા. જયાંથી તેઓ 33 વર્ષે પરત આવ્યા હતા. તેમની જમીન તેમને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આપી છે. તેમના પતિ જર્મનીની હોસ્પિટલમાં સેવાઓ આપી નિવૃત થયા હતા. જર્મનીમાં સવિતાબેન અને તેમનો પુત્ર હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો પિત્રાઇભાઇ અલ્પેશભાઇ ચાણસદમાં જ રહે છે.