NRI Gives Idea To Make Power From Stubble in Punjab
  • Home
  • Featured
  • પંજાબની જે પરાલી દિલ્હીને ગેસ ચેમ્બર બનાવે છે, તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા NRIએ આપ્યો આઈડિયા

પંજાબની જે પરાલી દિલ્હીને ગેસ ચેમ્બર બનાવે છે, તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા NRIએ આપ્યો આઈડિયા

 | 4:35 pm IST

ભારતમાં જન્મેલાં એક NRI વેપારીએ પરાલી સળગાવવાને કારણે ઉત્પન્ન થતી સમસ્યાનાં હલ માટે પોતાના ગૃહરાજ્ય પંજાબમાં એક પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની રજૂઆત કરી છે. જેનાથી લગભગ 1000 મેગા વોટ બાયોમાસ ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. અમેરિકાના ચિરંજીવી કથૂરિયાએ કહ્યું કે, તેની કંપની ન્યુ જનરેશન પાવર ઈન્ટરનેશનલ પંજાબમાં 4000 મેગા વોટ વીજળી પરિયોજનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે પરિયોજનાઓમાં 3000 મેગાવોટ સૌર ઊર્જા અને બાકી ડાંગર અને ઘઉંની ખેતીથી પરાલીમાંથી બનેલાં બાયોમાસનો પ્રયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાશે. તેઓનાં અનુસાર, ખેડૂકો પાસેથી પરાલી ખરીદાશે, જેથી તે તેને સળગાવે નહીં. તેનાથી પર્યાવરણ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. પરાલી સળગાવવી ઉત્તર ભારતની એક ગંભીર સમસ્યા છે.

પરિયોજના હેઠળ 200 પ્લાન્ટ લગાવવાની યોજના છે. દરેક પાવર પ્લાન્ટની ક્ષમતા 5 મેગાવોટ છે. આ પ્લાન્ટમાં કાચા માલ તરીકે પરાલીનો ઉપયોગ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, દરેક પ્લાન્ટ એક મેજબ સબ સ્ટેશનની પાસે હશે અને તેના એરિયામાં 10-15 ગામડાંઓ હશે.

રાજ્યના રાજસ્વ મંત્રી ગુરપ્રીત કાંગરે કહ્યું કે, આ પ્લાન્ટથી તૈયાર થતી વીજળી સીધી મેઈન ગ્રીડમાં પહોંચી જશે. તેનાથી પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડની વધારાની વીજળીનો પણ લાભ મળશે. મંત્રીએ કહ્યું કે, આ પહેલમાં 25000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અને તેનાથી કથૂરિયા દ્વારા બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર ફોર્મેટમાં સ્થાપિત કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓઃ

રામમંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મોરારી બાપુની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન