લગ્ન માટે સ્વિટ્ઝર્લૅન્ડથી આવેલાં NRI યુવકની હત્યા - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • લગ્ન માટે સ્વિટ્ઝર્લૅન્ડથી આવેલાં NRI યુવકની હત્યા

લગ્ન માટે સ્વિટ્ઝર્લૅન્ડથી આવેલાં NRI યુવકની હત્યા

 | 8:04 pm IST

શનિવારે રાતે હરિયાણાના કૈથલ જીલ્લાના ચીખા ગામમાં લગ્ન પહેલાં જાગો સેલીબ્રેશન દરમિયાન એક 36 વર્ષિય યુવાનની હત્યા કરવામાં આવી છે. તેમજ વિક્રમજીત સિંહ તેના લગ્ન માટે સ્વિટ્ઝર્લેન્ડથી એક સપ્તાહ પહેલાં ભારત આવ્યો હતો. તેના લગ્ન રવિવારે હતા.

વિક્રમજીત સિંહને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેને પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જાગો સેરેમની દરમિયાન તેના ભાઈ દ્વારા બંદૂકમાંથી 312 ગોળી ફાયરિંગ કરવામાં આવી હતી.સુરેન્દ્ર સિંહની સામે મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બંને ભાઈઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા હતા અને ગત સપ્તાહે વિક્રમજીત સિંહના લગ્ન હોવાથી ભારત આવ્યા હતા. તપાસ દરમિયાન જાણ થઈ હતી કે જે બંદૂકમાંથી 312 ગોળી છોડવામાં આવી હતી તે સુરેન્દ્રના નામે હતી, જેનું લાઇસન્સ તેની પાસે હતું. વિક્રમજીત સિંહના લગ્નના સેલિબ્રેશનમાં પરિવારના સભ્યો ડાન્સ કરતા હતા અને સુરેન્દ્રે તે સમયે હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. સુરેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવેલાં ફાયરિંગમાં એક ગોળી તેના ભાઈને વાગી હતી અને એક ગોળી વિક્રમજીતના મિત્રને વાગી હતી.