NRI husband imprisoned for 50 months for non-payment of wife
  • Home
  • Featured
  • NRI પતિદેવો માટે ખાસ વાંચવા જેવો અહેવાલ, વડોદરાનો આ કિસ્સો સમાજમાં પુરું પાડશે ઉદાહરણ

NRI પતિદેવો માટે ખાસ વાંચવા જેવો અહેવાલ, વડોદરાનો આ કિસ્સો સમાજમાં પુરું પાડશે ઉદાહરણ

 | 6:30 am IST

મહિને ૨૫ હજાર રકમ વધીને રૃ. ૧૨.૫૦ લાખ થઈ હતી

તરસાલીની પરીણીતાને માસીક રૃ. ૨૫ હજાર લેખે ૫૦ મહિના સુધી ભરણ પોષણ નહીં ચુકવનાર આણંદ વિદ્યાનગર રોડ વિસ્તારમાં રહેતાં એન.આર.આઈ. પતીને ફેમિલી કોર્ટે દોષીત ઠેરવ્યો છે અને ભરણપોષણની કુલ રકમ રૃ. ૧૨.૫૦ લાખ નહીં ચુકવીને કોર્ટના આદેશનું અનાદર કરવા બદલ ૫૦ મહીનાની સજાનો હુકમ કર્યો છે. પતી આણંદ જિલ્લાનો વતની હોવાથી વોરંટની બજવણી આણંદ પોલીસ વડા મારફતે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

તરસાલી સુસેન રોડ પર હીરાબા નગરમાં રહેતાં કામીનીબેન વિરલભાઈ પટેલે આણંદ જિલ્લાના કરસદ વિદ્યાનગર રોડ ખાતેની સંતરામ સોસાયટીમાં રહેતાં એન.આર.આઈ. વિરલ જગદીશભાઈ પટેલ સાથે લગ્ન કર્યાં હતાં. જેમના દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાયો હતો.

તા. ૮મી ઓકટોબર ૨૦૧૩ના રોજ પરીણીતાએ તેમના વકીલ જયેશ ઠકકર મારફતે પતી વિરુધ્ધમાં ફેમિલી કોર્ટમાં ફરીયાદ કરી હતી. પરીણીતાને માસીક રૃ. ૨૫ હજાર ભરણપોષણ ચુકવવાનો તા. ૨૫મી નવેમ્બર ૨૦૧૭ના રોજ કોર્ટે હુકમ કર્યો હતો.

પતીએ સતત ૫૦ મહીના સુધી ભરણપોષણ ચુકવ્યું નહોતુ. જેથી ભરણપોષણની ચઢેલી રકમ રૃ. ૧૨,૫૦,૦૦૦ મેળવવાની અરજીની સુનાવણીના અંતે પતી વિરલ પટેલને અદાલતના આદેશનો અનાદર કરવા બદલ ફેમિલી કોર્ટે ૫૦ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન