NRI In US Jailed For Life Time For Exploiting Girl
  • Home
  • Featured
  • અમેરિકામાં ભારતીય મૂળનો વ્યક્તિ સગીરા સાથે કરતો આવું કૃત્ય, થઇ આજીવન કેદ

અમેરિકામાં ભારતીય મૂળનો વ્યક્તિ સગીરા સાથે કરતો આવું કૃત્ય, થઇ આજીવન કેદ

 | 11:53 am IST

અમેરિકામાં ભારતીય મૂળના એક વ્યક્તિને એક સગીરાને યૌન કૃત્યોમાં સામેલ થવા માટે લાલચ આપવાના કેસમાં આજીવન કેદ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે 30 વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી છે.

કેલિફોર્નિયામાં દીપક દેશપાંડે (41) એ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. તેને અમેરિકાના જિલ્લા જજ કાર્લોસ મેંડોજા એ સજા સંભળાવી. સુનવણી દરમ્યાન બંને પક્ષના સાક્ષીઓ અને કોર્ટના દસ્તાવેજો પ્રમાણે દેશપાંડે જુલાઇ 2017મા ઓરલેન્ડોમાં ઓનલાઇન ચેટ દ્વારા સગીરના સંપર્કમાં આવ્યા હતા. આ સમયે દેશપાંડે એ પોતાને મોડલિંગ એજન્ટ ગણાવ્યો અને સગીરાને પોતાની નગ્ન તસવીરો મોકલવા માટે કહ્યું.

થોડાંક સમય બાદ દેશપંડે એ બે અલગ-અલગ વ્યક્તિ બનીને એ સગીરાનો સંપર્ક કર્યો અને તેને ધમકી આપી કે જો આ ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં તેની મદદ કરશે નહીં તો તેની નગ્ન તસવીરો જાહેર કરી દેશે. સપ્ટેમ્બર 2017મા દેશપાંડે વ્યક્તિગત રીતે સગીરાને મળવા પહેલી વખત ફ્લોરિડાના ઓરલેન્ડો પહોંચ્યો. ત્યાં એક સ્થાનિક હોટલમાં તેને સીગરાનું યૌન ઉત્પીડન કર્યું અને તેનો વીડિયો પણ તૈયાર કર્યો.

સપ્ટેમ્બર 2017થી એપ્રિલ 2018ની વચ્ચે તેને ઓરલેન્ડોની બીજી ચાર વખત મુસાફરી કરી અને આ દરમ્યાન તેણે સગીરાને યૌન ઉત્પીડન કરી તેનો વીડિયો બનાવ્યો. મે 2018મા એફબીઆઈના આ કેસમાં ગુપ્ત માહિતી મળી તેના આધાર પર એફબીઆઈ એ તેની વિરૂદ્ધ તપાસ શરૂ કરી દીધી. એફબીઆઈના એક અંડર કવર એજન્ટે એક સગીરા તરીકે દેશપાંડેનો સંપર્ક કર્યો. દેશપાંડે જ્યારે તેને મળવા ઓરલેન્ડો પહોંચ્યા ત્યારે ઓરલેન્ડો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ધરપકડ કરી લેવાઇ. ધરપકડ બાદ કેસથી બચવા માટે દેશપાંડે એ સુનવણી શરૂ થાય તે પહેલાં જ સગીરાનું અપહરણ કરી તેની હત્યાની યોજના પણ બનાવી. તમામ કોશિષોને પણ એફબીઆઈ એ નિષ્ફળ બનાવી દીધી.

એફબીઆઈ ટંપા ડિવીઝનના સ્પેશ્યલ એજન્ટ ઇન્ચાર્જ એરિક સ્પોરે કહ્યું કે મેં પીડિતાની હિંમતને દાદ આપું છું જેને એ સુનિશ્ચિત કર્યું કે આ ગુનેગાર કોઇને નુકસાન પહોંચાડી શકયા નહીં. સાથો સાથ અમારા સમુદાયને ઓનલાઇન એલર્ટ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ વીડિયો પણ જુઓ : લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને ફટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન