nri indian origin 6 years old girl got british pm award for climate awareness
  • Home
  • Featured
  • ભારતીય મૂળની 6 વર્ષની દીકરીએ કર્યું એવું કામ કે મળી ગયો બ્રિટિશ PM એવોર્ડ

ભારતીય મૂળની 6 વર્ષની દીકરીએ કર્યું એવું કામ કે મળી ગયો બ્રિટિશ PM એવોર્ડ

 | 7:03 pm IST
  • Share

  • ભારતીય મૂળની 6 વર્ષની દીકરી અલીશાએ કર્યું નામ રોશન
  • 6 વર્ષની ઉંમરે મેળવી લીધો બ્રિટિશ પીએમ એવોર્ડ
  • જળવાયુ કાર્યકર્તા બનીને એનજીઓ માટે 3000 પાઉન્ડ કર્યા ભેગા

જળવાયુના ક્ષેત્રમાં પ્રચાર કરવા માટે ભારતીય મૂળની 6 વર્ષની અલીશા ગાધિયાને બ્રિટિશ પીએમ બોરિસ જોનસન ડેલી પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડથી સમ્માનિત કરાઈ છે. અલીશા એક જળવાયુ કાર્યકર્તા છે અને બ્રિટનની એનજીઓ કૂલ અર્થની મિની એમ્બેસડર છે. પોતાના પ્રચારથી તેણે એનજીઓ માટે 3000 પાઉન્ડ ભેગા કર્યા છે.

અલીશાએ સ્કૂલમાં પણ બનાવી છે ખાસ ક્લબ

અલીશાએ પોતાની સ્કૂલમાં એક વિશેષ જળવાયુ પરિવર્તન ક્લબ બનાવી છે. તેમાં બાળકો અને તેમના માતા પિતાને જળવાયુની દેખરેખ, કચરો ઉપાડવો અને છોડ લગાવવાના કામ કરવા માટે પ્રોત્સાહિત કરાય છે. અલીશા કહે છે કે આ એવોર્ડને લઈને તે ઉત્સાહિત અને ખુશ છે. પીએમ બોરિસ જોનસને તેને માટે મને પસંદ કરી અને એક પત્ર પણ લખ્યો તે તે તેમની આભારી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ એવોર્ડ મળશે. મારું સમર્થન કરનારા લોકોનો પણ આભાર.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો