NRI Indian-origin Nicky Haley looks at the White House 2024
  • Home
  • Featured
  • ભારતીય મૂળની નિકી હેલીની નજર 2024માં વ્હાઇટ હાઉસ પર

ભારતીય મૂળની નિકી હેલીની નજર 2024માં વ્હાઇટ હાઉસ પર

 | 4:24 pm IST

હેલી ધૂમકેતુ પૃથ્વી પર આ પહેલા 1986માં નજરે પડ્યું હતું અને વૈજ્ઞાનિકોના અનુમાન અનુસાર 75 વર્ષ બાદ 2061માં તેની ફરીથી દેખાવવાની આશા છે. જોકે, ભારતીય મૂળની નિકી હેલીના રાજકીય જીવનમાં ખૂબ મોટું અંતર આવવાનું છે. યુએસ કેબિનેટની પ્રથમ ભારતીય અત્યાર સુધીની એક માત્ર સદસ્ય હેલીના રાજકીય કરિયર પર યૂએનથી રાજીનામુ આપ્યા બાદ પણ કોઇ ગ્રહણ લાગવા જઇ રહ્યું નથી.

એમેરિકાની રાજનીતિ પર ઝીણવટ પૂર્વક નજર રાખનાર વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રંપની વિરોધી માનવામાં આવતી હેલી 2020માં નહીં, પરંતુ 2024માં તે રિપબ્લિકન પાર્ટીની રાષ્ટ્રપતિ ઉમેદવાર હોય શકે છે. યૂએન રાજદૂતના પદથી રાજીનામુ આપ્યા બાદ હેલીએ પોતે ટ્રમ્પ વિરુદ્ધ જવાની અટકળોને ફગાવી હતી. તેને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રંપ માટે તે સમર્થન કરશે અને તેમના માટે ચૂંટણી પ્રચાર પણ કરશે.

રાજનીતિ ના દિગ્ગજોનું કહેવું છે કે હેવીની મહત્વાકાંક્ષા વ્હાઇટ હાઉસ છે અને તેની પર કદાચ જ કોઇને સંદેહ હોય. વિશ્લેષકો માની રહ્યા છે કે કદાચ હેલી આ સમયે તેના વ્યક્તિત્વ પર જોર આપવા માંગે છે અને તે સમયનો ઉપયોગ તે રાષ્ટ્રપતિ ટ્રંપને પોતાને અલગ કરવા માટે પણ કરવા માંગે છે. સીએનએનના એડિટર ક્રિસ સિલિજાનું કહેવું છે કે હેલી ખૂબ સમજદાર મહિલા છે અને 2020માં ટ્રંપ વિરુદ્ધ જવાની ભૂલ કરશે નહીં.

ક્રિસ અનુસાર, આ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રપની રેટિંગ ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને તેને લઇને શંકાની કોઇ વાત નથી. દરેક આ વાત પણ જાણે છે કે 2020માં ટ્રંપને ઉમેદવાર પસંદ કર્યા પહેલા હરાવવા સંભવ નથી. રિપબ્લિકન ઉમેદવારોની દોડમાં આ સમયે પણ ટ્રંપ નિર્વિવાદ પસંદ છે. 2020માં શરૂઆત ઉમેદવારોમાં તેમણે ન હેલી કે ન કોઇ અન્ય ઉમેદવારો હરાવી શકે છે. જોકે ભલે હેલીની નજર 2020માં ન હોય, પરંતુ તેનો આ મતલબ નથી કે તે 2024માં પણ તેની નજર નથી.