NRI Indian tourist dead in Bangkok firing
  • Home
  • Featured
  • બેંગકોકમાં થયેલા ગોળીબારીમાં ભારતીય પ્રવાસીનું મોત

બેંગકોકમાં થયેલા ગોળીબારીમાં ભારતીય પ્રવાસીનું મોત

 | 4:54 pm IST

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ગોળીબારમાં એક ભારતીય પ્રવાસીની મોત થઇ ગઇ છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે. એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે આ શૂટ આઉટ બે ટીનેજ સમૂહોની વચ્ચે પ્રતુનમના સેંટરા વાટરગેટ પવેલિયન શોપિંગ મોલના પાર્કિંગ લોટમાં રવિવારે રાત્રે થયું.

બેંગકોકમાં પ્રતિદ્વંદ્ધી ગિરોહોની વચ્ચે થયેલા આ ગોળીબારમાં એક ભારતીય અને એક લાઓસના પ્રવાસીની મોત થઇ ગઇ, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. મૃતક ભારતીયની ઓળખ હખરેજર ધીરજ તરીકે થઇ છે. એક ચેનલના રિપોર્ટ અનુસાર, આ ગોળીબાર બે સમૂહો વચ્ચે રવિવારે રાત્રે 8.30 વાગ્યે સેંટરા વાટરગેટ પવિલિયન હોટલની પાછળના રસ્તા પર થઇ, જ્યા પ્રવાસીઓની બસો ઉભી હતી. કેટલાક પીડિત ભારતીય પ્રવાસીને એક સમૂહનો ભાગ હતો. જે વોટરગેટ પેવિલિયન મોલમાં રાત્રે ખાવાનું ખાધા બાદ પાર્કિંગ લોટમાં બસની રાહ જોઇ રહ્યા હતા.

પોલીસના મેજર જનરલ, સેનિત સમારન સમરુઆકિટ અનુસાર, પોલીસે કહ્યું કે બન્ને સમૂહ એક નજીક સ્નૂકર ક્લબથી નીકળીને પાર્કિંગ સ્થળની બાજુની એક ગલીમાં ઝઘડો કરવા લાગ્યા. જે બાદ ગોળીબારી શરૂ થઇ ગઇ. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમણે 20 લોકોના સમૂહને બંદૂક, ચપ્પુ પકડીને ક્લબથી રસ્તા પર ભાગતા જોયા. તેમાથી ત્રણ પુરૂષોએ ગોળીબાર શરૂ કરી દીધો. ઘ બેંકૉક પોસ્ટ અનુસાર પોલીસ પહોંચે તે પહેલા ગિરોહના સદસ્ય ભાગી ગયા અને તેમાથી કોઇપણની ધરપકડ થઇ શકી નથી.

મેટ્રોપોલિટન પોલીસના વન કમાન્ડર મેજર જનરલ સેનિત સમરનસમરુકિટ અનુસાર, અજ્ઞાતસ હુમલાખોરો પાસે એકે -47 રાઇઇલ હતી. પોલીસે કહ્યું કે બન્ને સમૂહ એક નજીકના સ્નૂકર ક્લબથી નીકળીને પાર્કિંગ સ્થળની બાજુમાં એક ગલીમાં ઝઘડો કરવા લાગ્યા જે બાદ ગોળીબારી શરૂ થઇ ગઇ. આ ઘટનામાં થાઇલેન્ડના લાઓસનો એક શખ્સ ઘાયલ થઇ ગયો.