NRI યુવકનું નવસારી નજીક ભારે અકસ્માતમાં થયુ મૃત્યુ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • NRI યુવકનું નવસારી નજીક ભારે અકસ્માતમાં થયુ મૃત્યુ

NRI યુવકનું નવસારી નજીક ભારે અકસ્માતમાં થયુ મૃત્યુ

 | 6:35 pm IST

યુએસમાં રહેતો માલવ હેંમત પટેલ ઉંમર (36) અને વડોદરામાં ઈલોરા પાર્કમાં શ્રેય નગરમાં રહેતો હતો તેનો કાર્તિક હિતેન પટેલ ઉંમર (27), જેનું નવસારીના ડુવાડા ગામની નજીકમાં ભારે અકસ્માતમાં મૃત્યુ થયું. તેમજ ચિરાગ સિંહ રાણાને ગંભીર ઈજા થઈ છે જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેઓ રવિવારે વહેલી સવારે મુંબઈથી આવતા હતા પરંતુ નવસારી નજીક તેમની કારને સવારે 7.30 વાગે ટ્રક સાથે અકસ્માત થયો હતો.

કાર્તિક શનિવારે અમેરિકાથી આવેલાં માલવને લેવા મુંબઈ એરપોર્ટ પર ગયો હતો. કારના ડ્રાઈવરે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાય હતી. ત્યાંના લોકોનું કહેવુ છે કે, ટ્રકને રોડની બાજુમાં પાર્ક કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ અધિકારીઓએ ભૂતકાળમાં દક્ષિણ ગુજરાતની ગ્રામ્ય પોલિસને હાઈવે પર ટ્રાફિક લેનની નજીક ટ્રક પાર્ક ના કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.

કાર્તિક કાર ડ્રાઈવ કરતો હતો, જ્યારે તેનો મિત્ર રાણા પાછળની સીટ પર બેઠો હતો તેને ગંભીર ઈજા થઈ હતી. માલવનો પરિવાર વડોદરામાં રાજ નગર સોસાયટીમાં રહે છે. માલવ અમેરિકામાં શિકાગોમાં રહેતો હતો અને ક્રિસમસની રજાઓ હોવાને કારણે તે પાછો ઘરે આવતો હતો.

ખરાબ રીતે ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો, જેના લીધે અકસ્માત થયો હતો. નવસારી પોલીસ અધિકારી ગીરીશ પંડયાએ કહ્યું કે, તપાસ દરમિયાન જો કોઈ વસ્તું મળી આવશે તો ટ્રક ડ્રાઈવરને પકડવામાં આવશે.