nri man arrested for doing third marriage At Punjab
  • Home
  • Featured
  • ત્રીજા લગ્ન કરવા જઇ રહેલા NRIને બીજી પત્નીએ ભણાવ્યો પાઠ, ગ્રામજનોએ પણ આપ્યો સાથ

ત્રીજા લગ્ન કરવા જઇ રહેલા NRIને બીજી પત્નીએ ભણાવ્યો પાઠ, ગ્રામજનોએ પણ આપ્યો સાથ

 | 2:32 pm IST

પંજાબનાં હોશિયારપુરનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક NRI યુવકને વારંવાર લગ્ન કરવાનો ચસ્કો લાગી ગયો હતો પરતં હવે આ યુવાન જેલની હવા ખાઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ NRI યુવક ત્રીજા વાર લગ્ન કરવા જઇ રહ્યો હતો પરંતુ આ લગ્ન તેને ભારે પડી ગયા કારણ કે, જે ત્રીજી વખત લગ્નનાં માંડવામાં ફેરા ફરી રહ્યો હતો દરમિયાન ત્રીજા ફેરાએ જ તેની બીજા પત્ની લગ્ન મંડપમાં પહોંચી ગઇ હતી અને લગ્ન અટકાવી દીધા હતાં. યુવકની બીજી પત્નીનો આરોપ છે કે, આ યુવક પંજાબમાં યુવતીઓ સાથે લગ્ન કરીને ભાગી જાય છે અને યુવતીઓનું લગ્ન જીવન બરબાદ કરી દે છે.

યુવકની બીજી પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેના આ NRI યુવક સાથે લગ્ન થયા હતાં અને છૂટાછેડા માટે તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. કેસનો ચુકાદો હજૂ સુધી આવ્યો નથી અને તેવામાં જ આ યુવક ત્રીજા લગ્ન કરવા માટે પંજાબ પહોંચ્યો હતો. જોકે, યુવકનાં પંજાબમાં લગ્ન કરવાની માહિતી તેની ત્રીજી પત્નીને મળી ગઇ હતી અને તેણે પોલીસને જાણ કરી દીધી. અને તે પોલીસ સાથે લગ્ન સ્થળે પહોંચી ગઇ હતી.

NRI યુવક જે યુવતી સાથે લગ્ન કરવા જઇ રહ્યો હતો તે ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. માટે જ સમગ્ર ગ્રામજનો તેના લગ્નનો ખર્ચ ઉઠાવી રહ્યા હતાં. જોકે આ મામલો સામે આવતા ગ્રામજનોએ લગ્ન અટકાવી દીધા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન