NRI Man full cost of tickets for 61 Indians stranded in the UAE
  • Home
  • NRI
  • દુર્ઘટનામાં સગા પુત્રને ગુમાવનાર ભારતીય પિતાએ કર્યું મોટું કામ, 61 લોકોને આપી નવી જિંદગી

દુર્ઘટનામાં સગા પુત્રને ગુમાવનાર ભારતીય પિતાએ કર્યું મોટું કામ, 61 લોકોને આપી નવી જિંદગી

 | 6:24 pm IST

દુબઇમાં એક દુર્ઘટનામાં પોતાના પુત્રને ગુમાવનારા ભારતીય મૂળના એક વેપારી ટીએન કૃષ્ણ કુમારે 61 ભારતીયોને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરી છે. તેમણે યૂએઇમાં ફસાયેલા 61 ભારતીયોની ટિકિટનો સંપૂર્ણ ખર્ચો ઉપાડ્યો છે. કૃષ્ણ કુમારના 19 વર્ષના પુત્ર રોહિત અને પાડોસી શરત (21) શાળા પૂર્ણ થયા બાદ રજાઓ માણવા ગયા હતા અને આ દરમિયાન એક દુર્ઘટનામાં બંન્નેના મોત થયા હતા.

પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરીને પરત ફર્યા બાદ કૃષ્ણ કુમારે પોતાનો સમય સામાજીક સેવામાં વિતાવવાનો શરૂ કર્યો. કૃષ્ણ કુમાર લાંબા સમયથી સામાજીક સેવા કરી રહ્યા છે. પુત્ર વિયોગમાં જ્યાં તેમની પત્ની હજૂ પણ બહાર આવી શકી નથી ત્યાં જ કૃષ્ણ કુમાર સામાજીક સેવામાં પોતાને વ્યસ્ત રાખીને દુ:ખને ભૂલાવી રહ્યા છે.

કોરોના સંકટ વચ્ચે કૃષ્ણ કુમારે ઓલ કેરલા કોલેજ એલ્મુનાઇ ફેડરેશન વોલંટિયર ગ્રુપને પોતાનું સમર્થન આપ્યુ. આ સમૂહને કેરળના 150 કોલેજોના વિદ્યાર્થીઓએ મળીને બનાવ્યું છે. આ ગ્રુપ જરૂરીયાતમંદ લોકોને ખાવાની કિટ અને મેડિકલ સેવાઓ આપે છે. સાથે જ જે લોકો પોતાના ઘરે પહોંચી શક્તા નથી, તેમના માટે ટિકિટની વ્યવસ્થા કરે છે.

કૃષ્ણ કુમારે પોતાના ખર્ચાથી 61 ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઇટથી ભારત મોકલ્યા. ટીએન કૃષ્ણકુમારે જણાવ્યું કે, પુત્રના મોતથી તેઓ તૂટી ગયા હતા, જેના પછી તેમણે પોતાની જાતને સમાજ સેવાના કાર્યો કરવા અને લોકોની મદદમાં લગાડી દીધી. તેમણે કહ્યું,’જીવનમાં જ્યારે કંઇ આવું થાય છે તો સમજમાં આવે છે કે પૈસા જ બધુ નથી હોતું. મેં જે કંઇ બનાવ્યુ હતું તે મારા પુત્ર માટે બનાવ્યું હતું, તેના મૃત્યુ બાદ બધુ વિખેરાઇ ગયું’. કૃષ્ણકુમારનો એક માત્ર દીકરો રોહિત કુષ્ણ કુમાર બ્રિટેનમાં મેનચેસ્ટરમાં વિશ્વવિદ્યાલયમાં ત્રીજા વર્ષનો મેડિકલ વિદ્યાર્થી હતો.

આ વીડિયો પણ જુઓ: ‘2030 સુધી 3થી 18 વર્ષના બાળકને અનિવાર્ય શિક્ષણ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન