હત્યાના થોડા દિવસ પહેલા NRI મૌલિકે દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો - Sandesh
  • Home
  • Ahmedabad
  • હત્યાના થોડા દિવસ પહેલા NRI મૌલિકે દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો

હત્યાના થોડા દિવસ પહેલા NRI મૌલિકે દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો

 | 10:39 am IST

બુધવારે અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે. કેટલાક નિગ્રોએ લૂંટના ઈરાદે કલોલના મૌલિક પટેલની હત્યા કરાઈ છે. ત્યારે હત્યાના થોડા દિવસ પહેલા જ મૌલિક પટેલે અમેરિકામાં પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.

અમેરિકાના શેનલ્યુઝ શહેરમાં એક ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે. 34 વર્ષીય મૌલિક રામભાઈ પટેલ નામનો આ યુવક છેલ્લા 22 વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયો હતો. તે અમેરિકાના સેન્ટ લૂઈસમા રહે છે અને પોતાનો સ્ટોર ધરાવે છે. તે મૂળ કલોલનો વતની છે. બુધવારે રાત્રે 11.30 કલાકે તે ગેસ સ્ટેશન બંધ કરીને ઘર તરફ જવા કારમા બેસ્યો હતો. ત્યારે નિગ્રોએ લૂંટ માટે તેના પર ફાયરિગ કર્યું હતું. જેમાં 3 ગોળીઓ વાગતા મૌલિકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ શેનલ્યુજ વિસ્તારમાં બન્યો હતો. આ બનાવથી કલોલમાં રહેતા તેના સાસરી પક્ષમાં શોકના માહોલ સર્જાયો છે.

મૌલિકભાઇના લગ્ન 12મી જૂન 20110માં પલીયડ ગામના શૈલેષભાઇ પટેલની પુત્રી રિપલ સાથે થયા હતાં. લગ્ન પછી રિપલ પણ અમેરિકા ગઇ હતી. હાલમાં તેમને 4 વર્ષનો પુત્ર આયુષ છે. તેની બર્થડે પાર્ટી 22મી ડિસેમ્બરે અમેરિકામાં ઉજવાઇ હતી. ત્યારે મૌલિકભાઇએ અમેરિકામાં રહેતા તેમના પરિવારજનો અને મિત્રોને સામેલ કર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન