NRI News: 200 people from other districts including Valsad are trapped in Kuwait
  • Home
  • Corona live
  • વર્ષોથી કુવૈતમાં કામ કરનારા વલસાડ સહિત જિલ્લાના 200 લોકોની હાલત દયનીય, એવી હૈયાવેદના ઠાલવી કે…

વર્ષોથી કુવૈતમાં કામ કરનારા વલસાડ સહિત જિલ્લાના 200 લોકોની હાલત દયનીય, એવી હૈયાવેદના ઠાલવી કે…

 | 9:44 am IST

કોરોના વૈશ્વિક મહામારીના કારણે અનેક ભારતીયો અને ગુજરાતીઓ વિદેશોમાં ફસાયેલા છે. વિદેશોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે પરિવહન સેવાઓ બંધ હોવાના કારણે અનેક લોકો ત્યાં ફસાયેલા છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના કુવૈતમાં કામ અર્થે ગયેલા 200થી વધુ લોકો લોકડાઉનમાં ફસાયા છે. ફસાયેલા તમામ શ્રમિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને સંબોધી એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી મિશન વંદે ભારત દ્વારા તેઓને વતન બોલાવવામાં આવે એવી માંગ કરી છે

દક્ષિણ ગુજરાતના 200 લોકો કુવૈતમાં ફસાયા હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે અને તેઓ પણ વારંવાર સરકાર પાસે પોતાના સ્નેહીજનોને મદદ માટે આશ લગાવીને બેઠા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, કુવૈતમાં રિફાઈનરી બંધ થઈ જવાના કારણે વલસાડ, નવસારી, સુરત અને વડોદરાના લોકો અટવાયા છે. આ લોકોએ એક વીડિયો બનાવીને વતન પરત આવવા માટે રીતસરના કગરી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાત સહિત વિવિધ શહેરોમાં 200 લોકો કુવૈતમાં ફસાયા હોવાનો અહેવાલ હાલ નોંધાયો છે. તમામ લોકોએ વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,વલસાડના ધારાસભ્ય, સાંસદ સહિત અન્ય નેતાઓ પાસે મદદ માંગી છે. કુવૈતમાં 200 લોકોમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા,સહિત અન્ય શહેરોના લોકોનો સમાવેશ થાય છે તેઓએ સરકારના મિશન વન્દે ભારત દ્વારા ભારત લાવવાની માંગ કરી છે.

અત્રે નોંધનીય છે કે, કુવૈતમાં રિફાઇનરી બંધ થતા ત્યાંથી સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી પરત લાવવા સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષોથી કુવૈતમાં રહી કામ કરનારા ગુજરાતીઓ લોકડાઉનના કારણે ફસાયા છે અને હવે વતનની યાદ આવતા મદદ માંગી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ભારત સરકારે કોરોના વાયરસનાં રોગચાળાને કારણે અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એક મોટી યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત વિદેશમાં ફસાયેલા 14,800 લોકોને પરત લાવવા માટે આગામી સપ્તાહ સુધી ઓછામાં ઓછી 64 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.

યુ.એસ., કુવૈત, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, યુકે, સાઉદી અરેબિયા, મલેશિયા અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માટે ખાસ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે. જેમા મોટાભાગની ફ્લાઇટ્સ એર ઇન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવશે. લોકોને પાછા લાવતા સમયે, સામાજિક અંતરનું પણ કડક પાલન કરવામાં આવશે અને આ વિશિષ્ટ ફ્લાઇટ્સમાં ફક્ત 200થી 300 મુસાફરોને બેસાડવા આવશે.

જુઓ આ પણ વીડિયો: ગુજરાતમાં કેવું હશે લોકડાઉન 4, જુઓ આ અહેવાલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન