NRI News Chhetu Patel A Resident Of The United States, Died Due To Corona, wife under treatment
  • Home
  • Corona live
  • વડોદરાના બિઝનેસમેન 75 વર્ષીય છીનું પટેલનું અમેરિકામાં કોરોનાથી મોત, સમાજમાં શોકની લાગણી ફેલાઈ

વડોદરાના બિઝનેસમેન 75 વર્ષીય છીનું પટેલનું અમેરિકામાં કોરોનાથી મોત, સમાજમાં શોકની લાગણી ફેલાઈ

 | 9:03 am IST

કોરોના વાયરસની મહામારી વચ્ચે અમેરિકામાં દિવસેને દિવસે મૃત્યુઆંક વધતો જાય છે. અમેરિકામાં હાલની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. હાલ મૂળ ગુજરાતી એવા વડોદરાના એક બિઝનેસમેનનું કોરાનાના કારણે અમેરિકામાં મોત નિપજ્યું છે. વડોદરાના બિઝનેસમેન 35 દિવસ અગાઉ તેમની પત્ની સાથે વડોદરાથી અમેરિકા ગયા હતા. ત્યારબાદ વૈશ્વિક મહામારીના ઝપેટમાં તેઓ આવી ગયા હતા અને બન્નેનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હાલ તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરાના બિઝનેસમેન 75 વર્ષીય છીનું પટેલનું અમેરિકાના શિકાગોમાં કોરોનાના કારણે મોત નિપજ્યું છે.

વડોદરાના બિઝનેસમેન છીનુંભાઈ પટેલની વાત કરીએ તો, તેઓ અમેરિકાના શિકાગોમાં વર્ષોથી બિઝનેસ કરી રહ્યા છે. તેમની પત્ની મંજુલા પણ કોરોના વાયરસને કારણે શિકાગોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 35 દિવસ અગાઉ વૃદ્ધ દંપતી વડોદરાથી અમેરિકા ગયું હતું. વડોદરાના ભાયલી – વાસણા રોડ પર આ દંપતિનો બંગલો આવેલો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ભાયલીના મુળ વતની અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોનાના પગલે અવસાન થતા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા છે. છીતુભાઈ કાયમ મદદગાર રહેતા હતા. જો કે 10 દિવસ અગાઉ છીતુભાઈ પટેલ અને તેમની પત્નિ મંજુલાબેન પટેલ કોરોનાની મહામારીમાં સપડાયા હતા. બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચના રોજ મોડી રાતે કોરોનાના પગલે અવસાન થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી.તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

છીતુભાઈ પટેલ ભાયલી ગામના આદર્શ સમાન હતાં. તેઓએ અમેરિકામાં સ્થાઈ થઈને પોતાનો બિઝનેશ શરૂ કરી મોટી નામના મેળવી હતી.જ્યારે તેમના અવસાનના સમાચાર મળતા જ ગ્રામજનો શોકમગ્ન થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન