NRI News For Donald Trump Indicates Nomination of An Indian American Judge In Washington Court
  • Home
  • Featured
  • આ ભારતીય અમેરિકન વ્યક્તિને ટ્રમ્પ બનાવવા માંગે છે વૉશ્ગિંટનની સૌથી મોટી કોર્ટના જજ, કર્યો ઈશારો પણ…

આ ભારતીય અમેરિકન વ્યક્તિને ટ્રમ્પ બનાવવા માંગે છે વૉશ્ગિંટનની સૌથી મોટી કોર્ટના જજ, કર્યો ઈશારો પણ…

 | 10:34 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં જ એક ભારતીય-અમેરિકનને દેશની ટોચની કોર્ટના ન્યાયાધીશ બનાવશે. તેઓએ જાહેરાત કરી છે કે તે ભારતીય-અમેરિકન વિજય શંકરને અમેરિકાના વૉશિગ્ટનની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માંગે છે. જો સેનેટ તેને મંજૂરી આપશે તો વિજય શંકરને કોલમ્બિયા કોર્ટ ઓફ અપીલ્સનો સહયોગી ન્યાયાધીશ બનાવવામાં આવશે.

હાલમાં વિજય શંકર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ક્રિમિનલ ડિવિજનમાં સીનિયર લિટિગેસન કાઉન્સિલ એટલે કે વરિષ્ઠ અભિયોગ વકીલના રૂપમાં કામ કરે છે, જ્યારે અપીલ વિભાગના ડેપ્યૂટી ચીફનો હોદ્દો પણ સંભાળે છે.

તેમણે 2012માં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જોઈન કર્યું હતું. તેના પહેલા વોશિગ્ટન, ડીસીમાં જ મેયર બ્રાઉનની ઓફિસ અને LLC and Covington & Burling, LLPની સાથે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હતા. લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેમણે United States Court of Appeals for the Second Circuit માં જજ ચેસ્ટર જે. સ્ટ્રૉબના ક્લાર્કના રૂપમાં કામ કર્યું હતું.

તેમણે ડ્યૂક યુનિવર્સિટીમાંથી BA પાસઆઉટ કર્યું છે. ત્યારબાદ યુનિવર્સિટી ઓફ વર્જીનિયા સ્કૂલ ઓફ લોમાંથી પોતાની જ્યૂરિસ ડોક્ટરની ડિગ્રી પણ મેળવી છે. તેમણે ત્યાં વર્જીનિયા લો રિવ્યૂના નોટ્સ એડિટરના રૂપમાં પણ કામ કર્યું હતું. અહીં તેઓ Order of the Coifના સભ્ય પણ હતા, જે અમેરિકામાં લો ગ્રેજ્યુએટ્સની ઓનર સોસાયટી છે.

જુઓ આ પણ વીડિયો: કોરોનાની મહામારીને લીધે ખાલીખમ AMTS બસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન