32,000km કાર ચલાવીને યુકેથી ભારત આવનાર ભારૂલતા કાંબલેનો જન્મ થયો હતો નવસારીમાં - Sandesh
  • Home
  • Nri
  • 32,000km કાર ચલાવીને યુકેથી ભારત આવનાર ભારૂલતા કાંબલેનો જન્મ થયો હતો નવસારીમાં

32,000km કાર ચલાવીને યુકેથી ભારત આવનાર ભારૂલતા કાંબલેનો જન્મ થયો હતો નવસારીમાં

 | 3:55 pm IST

મહિલાઓ પોતાના સાહશના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપી રહી છે. થોડા મહિનાઓ પહેલા સુરતની ચાર મહિલાઓ બેટી બચાઓ અભિયાન સાથે બાઇક ઉપર સિંગાપુર ગઈ હતી. તો હવે એક મહિલા યુકેથી કાર ડ્રાઈવ કરીને ભારત આવશે. મૂળ ભારતીય અને બ્રિટિશ નાગરિક ભારૂલતા કાંબલે એક વિશ્વવિક્રમ સર્જવા માટે સજ્જ થયા છે.

bharulata-kamble-4

32,000 કિમીની રોડટ્રીપમાં 32 દેશોની સફર
ભારૂલતા 32,000 કિમીની રોડટ્રીપ કરીને 32 દેશોની સફર કરીને લ્યુટન ટાઉનથી 75 દિવસ ગાડી ડ્રાઈવ કરીને ભારત આવશે. આ યાત્રા ભારૂલતા એકલા જ કરશે.

ભારૂલતા કાંબલે મૂળ ગુજરાતી છે
ભારૂલતા કાંબલે મૂળ ગુજરાતી છે અને તેમના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે. તેઓ આ અભિયા સ્ત્રી શિક્ષણ અને સશક્તિકરણ અંગે જાગૃતતા લાવવા કરી રહ્યા છે. તેઓ વર્ષોથી યુકેમાં રહે છે. ભારૂલતા આ જર્નીમાં પોતાના પરિવાર માટે પણ સમય કાઢશે. તેમના પતિ અને બે દિકરાઓ તેઓ જ્યાં સુધી યુરોપમાં મુસાફરી કરી રહ્યા હશે ત્યારે ફ્લાઈટમાં અઠવાડિયામાં એક વાર જે તે જગ્યાએ જઈને તેમને મળશે. કાંબલે તેમની આ યાત્રાને મહદમાં પૂર્ણ કરશે. ભારૂલતાએ કહ્યું કે, મારો જન્મ ગુજરાતના નવસારીમાં થયો હતો. જ્યારે મારા પતિ વતન રાયગઢના મહદના છે.

198914936

28 ઓગસ્ટથી શરૂ થશે યાત્રા, 75 દિવસ બાદ આવશે ભારત
ભારૂલતા પહેલા એવા મહિલા છે જે આર્કટીક સર્કલમાં એક સોલો ડ્રાઈવર તરીકે 32,000 કિમીનું અંતર આટલા ઓછા દિવસોમાં કાપશે. ભારૂલતા લ્યુટન ટાઉનના ઇન્ડિયન ક્રિકેટ ક્લબથી 28 ઓગસ્ટથી પોતાની મુસાફરી શરૂ કરશે. અને 75 દિવસ બાદ તે ભારત આવશે.

bharulata-kamble-3

આ યાત્રામાં કેટલી કુદરતી મુસિબતોનો કરવો પડશે સામનો
આ આખી મુસાફરીમાં ભારૂલતા કોઈ પણ બેકઅપ ટીમ કે બેકઅપ વાહન વિના આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, 9 ટાઈમ ઝોન, 3 રણ, 9 પર્વત માળાઓ અને 32 દેશોને કવર કરશે. ભારૂલતા આ સફર બીએમડબ્લ્યપ X3માં કરશે.

bharulata-kamble2

મુસાફરીનો તમામ ખર્ચો ભારૂલતાના પતિ ઉઠાવશે
43 વર્ષીય ભારૂલતાની આ મુસાફરીનો તમામ ખર્ચો તેમના પતિ ભોગવવાના છે. જ્યારે આગળ જતાં તેમને જે કંઈ પણ ડોનેશન મળશે તે તેઓ યુકેમાં ચેરિટીમાં આપશે. કાંબલેએ જણાવ્યું કે દિલ્લી પહોંચે ત્યારે પીએમ મોદી અને સીએમ કેજરીવાલ તેમનું સ્વાગત કરી શકે છે. જ્યારે મહારાષ્ટ્રમાં તેમને સીએમ ફડણવીસ વેલકમ કરી શકે છે.

surat girl

સુરતની ચાર મહિલાઓ બાઇક ઉપર ગઈ હતી સિંગાપુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્નારા દેશભરમાં શરુ કરાયેલા બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને વિશ્વભરમાં બુલંદ બનાવવા સુરતની ચાર મહિલાઓ સુરતથી સિંગાપોર સુધી બાઇક ઉપર અભિયાનનો પ્રચાર કર્યો હતો. સુરતના કામરેજથી શરુ કરનારી આ બાઇકયાત્રા કરનારી ચાર મહિલાઓ સારીકા મહેતા, યુગ્મા દેસાઇ, દુરીયા તપિયા અને ખ્યાતિ દેસાઇ હતી. આ મુસાફરીને પૂર્વમુખ્યમંત્રી આનંદીબેન પટેલ લીલીઝંડી આપી મુસાફરીનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતની ચાર મહિલાઓએ 40 દિવસમાં 10 દેશની મુલાકાત બાઈક ઉપર લીધી હતી.