NRI The Indian youth had to woman harassing by writing a letter
  • Home
  • Featured
  • પત્ર લખીને મહિલાને હેરાન કરવી ભારતીય યુવકને પડ્યું ભારે, થઇ આવી વલે

પત્ર લખીને મહિલાને હેરાન કરવી ભારતીય યુવકને પડ્યું ભારે, થઇ આવી વલે

 | 4:28 pm IST

એક મહિલાને જાતીય સતામણી કરવાના દોષી ભારતીય મૂળના શખ્સને 6 વર્ષની સજાની સુનાવણી કરવામાં આવી. લંડનમાં ઇલ્લેવર્દ ક્રાઉન કોર્ટમાં 35 વર્ષના સરતાજ ભાંગલને શુક્રવારે 6 વર્ષની સજાની સુનાવણી કરવામાં આવી. તેને પૂર્વમાં સુનાવણી દરમ્યાન સ્વીકાર કર્યો હતો કે તેને હિંસાનો ડર ઉત્પન્ન કરીને હથિયાર રાખ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસે, વેસ્ટ એરિયા કમાન્ડ યુનિટના ડિટેક્ટિવ કોન્ટેબલ નિકોલા કેરીને આ મામલે તપાસ કરી હતી.

તેમણે કહ્યું કે સરતાજ ભાંગલે કોઇપણ ઉશ્કેર્યા વગર પીડિતને આશરે પાંચ વર્ષ સુધી પરેશાન કરી. તેમા તે સમય પણ સામેલ છે જ્યારે તે કેદમાં રિમાન્ડ પર હતો. સરતાજે આવું કેમ કર્યું તે માલૂમ નથી. પરંતુ તેની નિર્મમતા વધતી ગઇ. પીડિતા અને તેનો પરિવાર તપાસમાં સહયોગ આપવા માટે પ્રશંસાને પાત્ર છે. આશા છે કે ભાંગલના જેલમાં રહેવાથી તે લોકોને થોડીક રાહત મળશે.

પોલીસે જણાવ્યું કે ભાંગલીન પીડિતાથી ઓળખ 2013માં સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી. તેની કઠોર ભાષાના કારણથી પીડિતે તેને તેના એકાઉન્ટ પર બ્લોક કર્યા. પરંત ત્રણ વર્ષ સુધી ભાંગલ કોઇને કોઇ રીતે તેનો સંપર્ક કરતો રહ્યો, 2016માં તેને નવ પેજનો પત્ર મોકલી દીધો જેમા તેને કહ્યુ હતું કે જો પીડિતા તેની ઉપેક્ષા કરશે તો તે તેનું સંતુલન કોઇ દેશે. એક તરફા સંપર્કના આ સિલસિલાને એક વર્ષ બાદ નવો મોડ લીધો. જ્યારે ભાંગલ પીડિતને ફોન કરવા લાગ્યો. તેને મેં 2017માં વધુ એક પત્ર લખ્યો. ત્યારે પીડિતાએ પોલીસને સૂચના આપી અને ભાંગલની ધરપકડ કરવામાં આવી.

સુનાવણીના રાહમાં રિમાન્ડ દરમ્યાન ભાંગલે જેલમાં કોઇ પણ રીતે ફોનનો ઉપયોગ કરીને પીડિતાને પરેશાન કરવી અને હિંસાની ધમકી આપવાની શરૂ કરી. આ વર્ષે 3 જુલાઇએ પીડિતાને 80 પેજનો પત્ર મળ્યો. તેની ભાષા ખૂબ આપત્તિજનક અને ધમકી ભર્યો હતો. પત્રમાં પીડિતા પર તેજાબ ફેંકવાની ધમકી આપવામાં આવી હતી. જેમા પીડિતાની સોશિયલ મીડિયાથી લેવામાં આવેલી તસવીરો અને હિંસામાં ઘાયલ લોકોની તસવીરો પણ હતી. ભાંગલના ઘરેની તપાસમાં હથિયાર, ગ્રેનેજ, તલવાર સહિતની વસ્તુઓ મળી, તેની પર હથિયાર રાખવા અને સતામણીના આરોપ હતા.