ગરોળી પર પગ મૂકતા પડી ગયેલો શખ્સ મૃત હાલતમાં મહિનો પડી રહ્યો! - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • ગરોળી પર પગ મૂકતા પડી ગયેલો શખ્સ મૃત હાલતમાં મહિનો પડી રહ્યો!

ગરોળી પર પગ મૂકતા પડી ગયેલો શખ્સ મૃત હાલતમાં મહિનો પડી રહ્યો!

 | 10:25 pm IST

લગભગ એક મહિના સુધી પિતાને શોધ્યા બાદ હૈદરાબાદ આવેલી એક એનઆરઆઇ મહિલાએ જ્યારે ફ્લેટમાં પિતાની લાશ જોઇ ત્યારે તે દંગ રહી ગઇ હતી.

લગભગ એક મહિનાથી પિતા સાથે વાતચીત નહીં થતાં મહિલા પોતાની માતાની સાથે એલબીનગરમાં પિતાને મળવા ગઇ હતી. મહિલાના પિતા પી. લક્ષ્મીનારાયણ મૂર્તિ નિવૃત્ત સરકારી હતા, જે કેટલાક વખતથી પુત્રીના ફોનનો જવાબ આપતા ન હતા. ફ્લેટમાંથી છેલ્લા કેટલાય વખતથી દુર્ગંધ આવવા છતાં કોઇએ દરકાર કરી નહીં એ પણ એક આશ્ચર્યજનક ગણાય. થોડા સમય પહેલાં જ સંબંધીના લગ્ન માટે હૈદરાબાદ ગયેલા લક્ષ્મીનારાયણ હૈદરાબાદ ખાતેના પોતાની દીકરીના ફ્લેટમાં રોકાયા હતા, ત્યાં ગયા પછી પણ થોડા દિવસ સુધી દીકરી અને પત્ની સાથે વાત થતી હતી. પરંતુ એ પછી વાત નહીં થતાં દીકરીએ પિતાની શોધ કરી હતી, પણ કોઇ પત્તો લાગ્યો ન હતો.

આખરે, અમેરિકા રહેતી દીકરી સૌજન્ય માતા સાથે પિતાને શોધવા માટે આવી હતી. ઘર બંધ જોતાં તેમણે દરવાજો તોડાવ્યો હતો, અંદર જોયું તો પિતાનું શબ પૂલમાં પડયું હતું. જયારે બાથરૃમમાં સૂકાયેલો ચૂનો પડયો હતો. તેમના શરીર પર ફક્ત ટુવાલ વીંટાળેલો હતો. જ્યારે પગ પાસે એક મરેલી ગરોળી હતી. એ લાગે છે કે ગરોળીથી બચવામાં તેઓ પડી ગયા હતા અને ગંભીર ઇજા થઇ પણ સારવાર મળી નહીં શકતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં.