યુપીના CM યોગી આદિત્યનાથ પર આ રીતે રાખશે PM મોદી 'કડક' નજર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યુપીના CM યોગી આદિત્યનાથ પર આ રીતે રાખશે PM મોદી ‘કડક’ નજર

યુપીના CM યોગી આદિત્યનાથ પર આ રીતે રાખશે PM મોદી ‘કડક’ નજર

 | 5:00 pm IST

ઉત્તરપ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે સવાલ સમગ્ર દેશને 11 માર્ચે જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં ત્યારથી હતો. પરંતુ 18 માર્ચના રોજ જ્યારે રહસ્ય પરથી પડદો ઉચકાયો તો યોગી આદિત્યનાથનો ચહેરો સામે આવતા અનેક ચર્ચાઓ થવા માંડી. તેમની પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મરજીથી થઈ છે કે પછી તેમની મરજી વિરુદ્ધ? આ ચર્ચાઓ વચ્ચે હવે એવા અહેવાલો આવવા લાગ્યા છે કે પીએમ મોદીએ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ચાલનારા ઉત્તર પ્રદેશ પ્રશાસન પર સીધી નજર રાખવા માટે પોતાના એક ખાસ અધિકારીને નિયુક્ત કર્યા છે. આ અધિકારીનું કામ વડાપ્રધાન કાર્યાલય અને આદિત્યનાથ સરકાર વચ્ચે સમન્વય બનાવી રાખવાનું છે. આ અધિકારી બીજુ કોઈ નહીં પરંતુ વડાપ્રધાન મોદીના પ્રમુખ સચિવ નૃપેન્દ્ર મિશ્રા છે. અત્રે ખાસ જણાવવાનું કે નરેન્દ્ર મોદી જ્યારે 2014ના વર્ષમાં વડાપ્રધાન બન્યાં હતાં ત્યારે યુપી કેડરના આ આઈએએસ અધિકારીને ખાસ કેન્દ્રમાં બોલાવાયા હતાં.

એક અહેવાલ મુજબ નૃપેન્દ્ર મિશ્રા પીએમ મોદી અને યુપીના સીએમ આદિત્યનાથ વચ્ચે સંપર્ક સેતુ રહેશે. અહેવાલ મુજબ મિશ્રાએ 19માર્ચની સાંજે આદિત્યનાથ સાથે 45 મિનિટ ચર્ચા કરી હતી. કહેવાય છે કે ઉત્તરપ્રદેશ પ્રશાસનમાં તમામ પ્રમુખ નિયુક્તિઓ મિશ્રાના ચયન બાદ જ થશે. આદિત્યનાથે રવિવારે બે ડેપ્યુટી સીએમ અને 44 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરી હતી. યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને લખનઉના મેયર દિનેશ શર્માની ડેપ્યુટી સીએમ તરીકે પસંદગી થઈ હતી. નોંધનીય છે કે ભાજપ 15 વર્ષ બાદ યુપીમાં સત્તામાં પાછુ ફર્યુ છે અને તે પણ જંગી બહુમતી સાથે.

અહેવાલમાં સૂત્રોના હવાલે દાવો કરવામાં આવ્યો છે કે મિશ્રા અને આદિત્યનાથે ગરીબો સુધી સરકારની યોજનાઓને વધુમાં વધુ પહોંચાડવા પર ચર્ચા કરી હતી. 44 વર્ષના આદિત્યનાથ યુપીના ગોરખપુર સંસદીય મતવિસ્તારથી પાંચવાર ચૂંટાયેલા છે. સીએમ પદના શપથ લેતા જ તેમણે રાજ્ય પોલીસ પ્રમુખ અને પ્રમુખ સચિવોને તલબ કરીને કાનૂન વ્યવસ્થાની સમિક્ષા કરી હતી.

ઉત્તરપ્રદેશની હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 403 બેઠકોમાંથી ભાજપને 312 બેઠકો અને સહયોગી પક્ષો સાથે મળીને કુલ 325 બેઠકો મળી છે. પ્રચંડ બહુમત મળતા એવી અટકળો હતી કે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતાની મરજીથી મુખ્યમંત્રીની પસંદગી કરશે. આ માટે રેસમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, કેશવપ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા વગેરેના નામ હતાં. પરંતુ છેલ્લે યોગી આદિત્યનાથના નામ પર મહોર લાગી.