NRIs of San Francisco car rally support of Govt of India new Farm Laws
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકામાં કૃષિ કાયદાના સમર્થનમાં વંદેમાતરમના નારા લાગ્યા, NRI લોકોએ કર્યું સમર્થન

અમેરિકામાં કૃષિ કાયદાના સમર્થનમાં વંદેમાતરમના નારા લાગ્યા, NRI લોકોએ કર્યું સમર્થન

 | 11:22 am IST
  • Share

એકબાજુ જ્યાં દેશમાં 3 નવા કૃષિ સુધારણા કાયદા (Agri Law)ની વિરૂદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને છેલ્લાં ત્રણ મહિનાથી હરિયાણા (Haryana) અને પંજાબ (Punjab)ના ખેડૂત રાજધાની દિલ્હીની બોર્ડર (Delhi Border) પર ધરણાં-પ્રદર્શન કરી રહ્યા છે તો અમેરિકાના સેનફ્રાન્સિસ્કો (San Francisco)માં ભારત સરકારના ત્રણ કૃષિ સુધાર કાયદાના સમર્થનમાં કાર રેલીનું આયોજન કરાયું. જેમાં ડઝનબંધ કાર પર સવાર NRIએ કાર રેલી નીકાળીને ભારત સરકારના કાયદાનું સમર્થન કર્યું.

કાર રેલી દરમ્યાન કેટલાંક લોકોના હાથમાં કૃષિ કાયદાના સમર્થનમાં બેનર્સ દેખાડી રહ્યા હતા તેના પર લખ્યું હતું કે સેનફ્રાન્સિસ્કોના NRI કૃષિ કાયદાનું સમર્થન કરી રહ્યા છે. કાર રેલી દરમ્યાન ગાડીઓ પર ભારતનો તિરંગો અને અમેરિકાનો પણ ઝંડો લગાવ્યો હતો. સેનફ્રાન્સિસ્કોમાં આ કાર રેલી મિશન સૈન જોશ હાઇ સ્કૂલ પાર્કિંગથી 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે નીકાળી હતી. આ કાર રેલી દરમ્યાન કૃષિ કાયદાના સમર્થનમાં વંદે માતરતના નારા લગાવામાં આવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમેરિકા પણ ભારતના કૃષિ કાયદાનું સમર્થન કરી ચૂકયું છે. અમેરિકાએ કહ્યું હતું કે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તો સેનફ્રાન્સિસ્કોમાં નીકળેલી રેલીને લઇ અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ એક લોકત્તાંત્રિક રાજ્ય હોવાના નાતે અમેરિકા કોઇપણ શાંતિપૂર્ણ આયોજનનું સમર્થન કરે છે અને જ્યાં સુધી વાત ત્રણ કૃષિ સુધાર કાયદાની છે તો બંને પક્ષોની વચ્ચે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ સમાધાન સુધી પહોંચવું જોઇએ.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે 26 નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાની વિરૂદ્ધ રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી ષડયંત્રનો પર્દાફાશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન