નરોડાગામ કેસમાં પૂર્વ IPS  રાહુલ શર્મા, પી.કે.માલ સ્પે. કોર્ટમાં હાજર - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નરોડાગામ કેસમાં પૂર્વ IPS  રાહુલ શર્મા, પી.કે.માલ સ્પે. કોર્ટમાં હાજર

નરોડાગામ કેસમાં પૂર્વ IPS  રાહુલ શર્મા, પી.કે.માલ સ્પે. કોર્ટમાં હાજર

 | 3:39 am IST

અમદાવાદ,તા.૯

નરોડાગામ કેસમાં ૧૧ લોકોની થયેલી હત્યા સર્દભે  પૂર્વ આઈપીએસ અધિકારી રાહલુ શર્મા અને પી.એલ.માલને આરોપી બનાવવા થયેલી અરજીમાં આજે સ્પેશયલ કોર્ટના જજ એન.કે.દવે સમક્ષ હાજર થયા હતા. બન્ને પોલીસ અધિકારીઓએ મુદત માંગતા કોર્ટે ૨૮મી ફેબ્રુઆરીના રોજ મુદત રાખી છે.જયારે આ કેસમાં સરકારી વકીલે નવેસરથી દલીલો શરૂ કરી હતી.જેમાં મૃતકોના પોસ્ટમોર્ટમ અંગે કોર્ટને વાકેફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે ૧૪મી ફેબ્રુઆરીના રોજ સરકારી વકીલને દલીલો માટે રાખી છે.

ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં નરોડાગામમાં ૧૧ લોકોની હત્યા થઈ હતી.જેમાં પૂર્વ મંત્રી ડો.માયાબહેન કોડનાની, વીએચપીના નેતા ડો.જયદીપ પટેલ સહિત ૮૬ થી વધુ લોકોની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો.જેમાં ૧૧ આરોપીઓ મૃત્યુ પામ્યા છે. અત્યારે ૭૫ આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે. સરકાર તરફથી ૧૮૭ સાક્ષીઓ અને બચાવપક્ષ તરફથી ૫૭ જેટલા સાક્ષીઓની જુબાનીઓ થઈ હતી. આરોપી તરફથી પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્મા અને તપાસનીશ અધિકારી પી.એલ.માલને આરોપી બનાવવા માટે એપ્રિલ ૨૦૧૫માં અરજી કરી હતી.જેની નવેસરથી સુનાવણી બાદ કોર્ટના નિર્દેશના આધારે બન્ને પોલીસ અધિકારીઓ કોર્ટમાં હાજર થયા હતા અને મુદત આપવા માટે જણાવ્યુ હતુ.જેમાં કોર્ટે ૨૮મી ફેબ્રુઆરીના રોજ મુદત આપી છે.જયારે સરકારી વકીલ સુરેશ શાહ અને ગૌરાગ વ્યાસે નવેસરથી દલીલો શરૂ કરી હતી.જેમાં મૃતક ૧૧ લોકો પૈકી ૮ જણાના પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા હતા.જેઓના મોત સળગવાથી થયા હતા.જયારે બાકીના ત્રણ લોકોના પોસ્ટ મોર્ટમ થઈ શકયા નહોતા. સરકારી વકીલની દલીલો હવે ૧૪મી ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે.

;