શું પાક. પર થવા જઈ રહી છે મોટી કાર્યવાહી? અજીત ડૉવાલની બેઠક બાદ અનેક તર્ક-વિતર્ક - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું પાક. પર થવા જઈ રહી છે મોટી કાર્યવાહી? અજીત ડૉવાલની બેઠક બાદ અનેક તર્ક-વિતર્ક

શું પાક. પર થવા જઈ રહી છે મોટી કાર્યવાહી? અજીત ડૉવાલની બેઠક બાદ અનેક તર્ક-વિતર્ક

 | 5:51 pm IST

યુદ્ધવિરામ છતાં પણ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેના કારણે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા વચ્ચે બેઠક યોજાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પાકિસ્તાનને તેની હરકતોનો જવાબ આપવાના વિષય પર ચર્ચા થઈ. ગૃહ સચિવે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારને જણાવ્યું કે, થોડા સમયથી પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સામે ભારતીય જવાનો પણ જવાબ આપી રહ્યાં છે. આ તમામ મુદ્દે બંને વચ્ચે લાંબી બેઠક યોજાઈ હતી.

પાકિસ્તાન રેંજર્સ તરફથી યુદ્ધવિરામનો ભરોષો આપ્યા બાદ પણ રમઝાન મહિનામાં બે વાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન થઈ ચુક્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અજીત ડૉવાલ અને રાજીવ ગાબાની બેઠક બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનને કડક સંદેશ આપવા માટે ભારત કોઈ મોટું પગલું ભરી શકે છે. આ અગાઉ પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક પાછળ પણ અજીત ડૉવાલનું જ પ્લાનિંગ હોવાનું માનવામાં આવે છે.

બીજી બાજુ બીએસએફના એડીજીએ કમલનાથ ચૌબેએ કહ્યું છે કે, યુદ્ધવિરામ હોય કે ના હોય અમે હંમેશા તૈયાર રહીએ છીએ. સરહદની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે અમે તૈયાર રહીએ છીએ. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, પરંતુ ભારતે હંમેશા તેનું પાલન કર્યું છે. તેમ છતાં પાકિસ્તાન ભારત પર જ યુદ્ધવિરામ ભંગના આરોપ લગાવતું આવ્યું છે.

હજી ગઈ કાલે મંગળવારે રાત્રે જ જમ્મૂ-કાશ્મીરના સાંબા જીલ્લામાં આંતરરાષ્ટ્રિય સરહદ પર પાકિસ્તાની રેંજર્સ તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફના એક સહાયક કમાંડેંટ રેંકના અધિકારી સહિત ચાર જવાનો શહિદ થયાં હતાં અને અન્ય ત્રણ ઘાયલ થયાં હતાં. આમ પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ગોળીબાર કે જેમાં ભારતીય સુરક્ષાબળો શહીદ થાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. જેને લઈને મોદી સરકાર પર ચારેકોરથી દબાણ વધી રહ્યું છે.