NSG કમાન્ડોને જમ્મુ-કાશ્મીર મોકલવાની તડામાર તૈયારી, આ છે સરકારનો માસ્ટર પ્લાન - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • NSG કમાન્ડોને જમ્મુ-કાશ્મીર મોકલવાની તડામાર તૈયારી, આ છે સરકારનો માસ્ટર પ્લાન

NSG કમાન્ડોને જમ્મુ-કાશ્મીર મોકલવાની તડામાર તૈયારી, આ છે સરકારનો માસ્ટર પ્લાન

 | 9:13 am IST

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થતાં જ કેન્દ્ર સરકારે આતંકીઓની વિરૂદ્ધ જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં તાજેતરના દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે અને કેન્દ્ર આ ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે દરેક શકય કોશિષ કરી રહ્યું છે. તેના અંતર્ગત નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડોને રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ કમાન્ડો રાજ્ય પોલીસના જવાનોને ટ્રેનિંગ આપવાથી લઇ આતંકી હુમલા દરમ્યાન દરેક સ્થિતિને પડકારવાનું શીખવાડશે. જાણો કાશ્મીરમાં શું છે સરકારનો એનએસજી પ્લાન

આતંક વિરોધી અભિયાનમાં મહારત
આતંક વિરોધી અભિયાનમાં મહારત રાખનાર એસનએસદી કમાન્ડો જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોને બીજા જવાનોને ટ્રેનિંગ સિવાય શ્રીનગર એરપોર્ટ પર એન્ટી હાઇજેક ઓપરેશનની નજર પણ કરી શકે છે. ગુપ્ત માહિતીના આધાર પર જ્યાં જરૂર પડશે ત્યાં આ કમાન્ડોનો ઉપયોગ કરી શકાય છે.

પહેલાં પણ આપી ચૂકયા છે જમ્મુ-કાશ્મીર પોલીસને ટ્રેનિંગ
એનએસજી કમાન્ડો પહેલાં પણ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF જવાનોને ટ્રેનિંગ આપી ચૂકયા છે. કેન્દ્રીય સુરક્ષા સૂત્રોનું માનવું છે કે એનએસજી સાધનો, વિશેષજ્ઞતા અને દક્ષતાનો ઉપયોગ વધુ શ્રેષ્ઠ રીતે કરી શકે છે.

નજીકની લડાઇમાં થઇ શકે છે મદદરૂપ
આતંકવિરોધી અભિયાનોના એક્સપર્ટ્સનું માનવું છે કે રૂમ-ટુ-રૂમ અથડામણની પરિસ્થિતિઓમાં એનએસજી મદદરૂપ સાબિત થઇ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એનકાઉન્ટરો દરમ્યાન આવી પરિસ્થિતિ કયારેક જ ઉભી થાય છે પરંતુ સુરક્ષાબળો માટે આ સ્થિતિ હંમેશા કરો યા મરોની જ હોય છે. કાશ્મીરમાં એનએસીજીની તૈનાતીનો નિર્ણય પણ આવી જ પરિસ્થિતિઓને જોતા લેવાયો છે. છેલ્લાં કેટલાંક સમયથી આવા એનકાઉન્ટર્સ જયાં વસતીથી ઘેરાયા ઘરોમાં અભિયાન ચલાવતા હોય ત્યારે જવાનોને પોતાના જીવ ગુમાવા પડે છે.

અત્યાધુનિક સાધનો પણ આવશે કામ
એક અધિકારીએ કહ્યું કે એનએસજી કમાન્ડો આતંક વિરોધી અભિયાન માટે અત્યાધુનિક હથિયારો અને સાધનોથી લેસ હોય છે. કેટલાંય લોકોનું માનવું છે કે આ કમાન્ડોને માત્ર 26/11 કે પછી પઠાનકોટ હુમલા જેવી સ્થિતિ માટે રાખવા જોઇએ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને પડકારવા માટે ઉપયોગ કરવો જોઇએ.

બીએસએફ કેમ્પમાં રહેશે એનએસજીના કેટલાંક યુનિટ્સ
જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોએ કહ્યું કે એનએસજીના કેટલાંક યુનિટ્સને શ્રીનગરના બીએસએફ કેમ્પમાં રાખી શકાય છે. એનએસજીના ડીજી સુદીપ લખટકિયા કમાન્ડોની તૈનાતીના મામલામાં વાતચીત માટે ટૂંક સમયમાં જ શ્રીનગરની મુસાફરી કરશે.

એનએસજી કમાન્ડોની પાસે હોય છે દુનિયાના અત્યાધુનિક હથિયાર
એનએસજી કમાન્ડો એમપી 5 સબ મશીન ગન, સ્નાઇપર રાઇફલ, દીવાલ પાર દેખાડવાની ક્ષમતાવાળા રડાર અને સી-4 એક્સપ્લોસિવનો ઉપયોગ કરે છે. આપને જણાવી દઇએ કે 1984મા અમૃતસર મંદિરમાં છુપાયેલા આતંકીઓનો ખાત્મો કરવા માટે ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ એનએસજીની રચના કરાઈ હતી. 26/11 મુંબઇ આતંકી હુમલા, પઠાનકોટ એરબસ પર હુમલો અને અક્ષરધામ આતંકી હુમલાના સમયે એનએસજી કમાન્ડોને જ તૈનાત કરાયા હતા.