NSUIના પ્રમુખ સહિત બેને યુનિ.પોલીસે ડીટેઈન કર્યા - Sandesh
  • Home
  • Newspaper
  • NSUIના પ્રમુખ સહિત બેને યુનિ.પોલીસે ડીટેઈન કર્યા

NSUIના પ્રમુખ સહિત બેને યુનિ.પોલીસે ડીટેઈન કર્યા

 | 6:38 am IST

  • થોડાસમય માટે ડીટેઈન કર્યા બાદ એકાદ કલાક બાદ છોડી મુકાયા
    રાજકોટઃ રાજકોટમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં કબડીની રમતમાં ગઈકાલે રેફરી દ્વારા ખોટી રીતે હાર આપવામાં આવ્યાના મુદે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલ હોબાળા બાદ યુનિ.પોલીસે એનએસયુઆઈના પ્રમુખ સહિત અન્ય એકને સવારના ડીટેઈન કર્યા બાદ એકાદ કલાક બાદ છોડી મુકવામાં આવ્યા હતા.
    એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રેફરી અને વિજેતા ટીમ વચ્ચે સેટીંગ છે અને તેને કારણે જ રેફરી દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન આજે ખેલ મહાકુંભમાં ફાઈનલ મેચ હતી પણ એનએસયુઆઈના કાર્યકરોએ મેચ રમવા દીધી ન હતી અને ગઈકાલે જે ટીમ માટે હોબાળો થયો હતો તે મહાદેવ ટીમના ખેલાડીઓએ પણ એનએસયુઆઈ સાથે જોડાઈને ભારે હોબાળો મચાવતા આ મામલો સવારના તંગ બની ગયો હતા.ગઈકાલે મહાદેવ ટીમ અને સામેની ટીમ વચ્ચે હાથોહાથની મારામારી પણ થઈ હતી અને ત્યારથી મામલો તંગ બની ગયો હતો.
    આટલી મોટી બબાલ થઈ હોવાછતાં ખેલ મહાકુંભના સ્થળે કોઈ રમત-ગમત અધિકારી હાજર ન હતા તેથી હોબાળો વધુ તંગ બન્યો હતો.બાદમાં આજે સવારે પણ મેચ રમવા ન દેતા યુનિ.પોલીસ સ્ટેશન દ્વારા નરેન્દ્ર માનસીંગ સોલંકી અને રોહિત માનસિંહ રાજપુતને ડીટેઈન કરવામાં આવ્યા હતા અને બાદમાં એકાદ-દોઢ કલાક પછી બંનેને છોડી મુકવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન