Nubia Alpha Wearable Smartphone Likely to Launch in India Next Month
  • Home
  • Featured
  • હવે ઘડિયાળ જેમ હાથના કાંડા પર પહેરી શકશો સ્માર્ટફોન, જાણો લોન્ચ, કિંમત અને ફિચર્સ વિશે…

હવે ઘડિયાળ જેમ હાથના કાંડા પર પહેરી શકશો સ્માર્ટફોન, જાણો લોન્ચ, કિંમત અને ફિચર્સ વિશે…

 | 7:02 pm IST

ફેબ્રુઆરીમાં આયોજિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(MWC) 2019માં Nubiaએ ‘અલ્ફા ફોલ્ડેબલ સ્માર્ટવોચ’ અને ‘બ્લૂટૂથ વાયરલેસ ઇયરબેડ્સ’ રજૂ કર્યા હતા. તાજેતરમાં આ બન્ને ડિવાઇસનું ચીનમાં લોન્ચિંગ થયું છે. જ્યારે હવે આ બન્ને જબરદસ્ત ફિચર્સ વાળા પ્રોડક્ટ જલ્દી ભારતમાં પણ લોન્ચ થવાની તૈયારીમાં છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ બન્ને ડિવાઇસ ભારતમાં આગામી મહિને લોન્ચ થઈ શકે છે. કંપની ફોલ્ડેબલ સ્માર્ટવોચ, બ્લૂટૂથ વાયરલેસની સાથે નવો રેડ મેજિક 3 ગેમિંગ ફોન પણ લોન્ચ કરી શકે છે. Nubiaના ‘અલ્ફા વેયરેબલ સ્માર્ટફોન’ની સૌથી શાનદાર વાત એ છે કે તમે આ ફોનને વાળીને હાથના કાંડા પર ઘડિયાળની જેમ બાંધી શકો છો. રિપોર્ટ મુજબ ફોન સરળતાથી ફોલ્ડ થાય અને કાંડા પર ફિટ થાય તે માટે આમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે.

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો 4 ઇંચ સ્ક્રીન વાળો આ વેયરેબલ સ્માર્ટફોન ક્વાલકોમના સ્નેપડ્રેગન વિયર 2100 ચિપસેટ પર કામ કરે છે. ફોનમાં તમને 1GB રેમ અને 8GB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા પણ આપવામાં આવશે. જોકે ફોનમાં માત્ર 500mAhની બેટરી છે. વેયરેબલ ફોન બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને 4G eSIM સપોર્ટ સાથે આવે છે. સરળ ભાષામાં કહીએ તો તમે આ ફોનના માધ્યમથી કોઈ પણ સ્માર્ટફોનની જેમ ટેક્સ્ટ મેસેજ, કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

કેમેરાની વાત કરીએ તો Nubia એલ્ફામાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. જેનાથી તમે સેલ્ફી સાથે વીડિયો પર શૂટ કરી શકો છો. ઉપરાંત કિંમતની વાત કરીએ તો સૂત્રો મુજબ આ અલ્ફા વેયરેબલ સ્માર્ટફોનની શરૂઆત કિંમત લગભગ 3,499 યુઆન(લગભગ 36,000 રૂપિયા) સુધી હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન