'ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હવે બનશે પણ નહીં' : ગૃહમાં CMએ સ્વીકાર્યું - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હવે બનશે પણ નહીં’ : ગૃહમાં CMએ સ્વીકાર્યું

‘ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હવે બનશે પણ નહીં’ : ગૃહમાં CMએ સ્વીકાર્યું

 | 1:35 am IST

ગાંધીનગર, તા.૮

વિધાનસભામાં વિપક્ષે વાઈબ્રન્ટ સમિટમાં ઉર્જાક્ષેત્રે એમઓયુની સફળતાનો હિસાબ માંગીને સરકારને ઘેરી હતી. પ્રશ્નકાળમાં એક તબક્કે વિપક્ષના આક્ષેપોને કારણે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉભા થઈને ભાવનગરમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હવે નહી બને, તેના સામે સ્થાનિક વિરોધ હોવાથી જમીન સંપાદન થઈ શક્યુ નથી તેવો સ્વિકાર કર્યો હતો.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશને વર્ષ ૨૦૦૭ની સમિટમાં મીઠીવિરડી ખાતે રૂ.૫૦,૦૦૦ કરોડના મુડીરોકાણ સાથે ૬૦૦૦ મે.વો. સ્થાપિત વીજ ક્ષમતાના પાવર પ્લાન્ટ માટે એમઓયુ કર્યો હતો. જમાલપુરથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ પ્લાન્ટ અંગે વર્તમાન સ્થિતિ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતો. ઉર્જામંત્રી સૌરભ પટેલે આ પ્લાન્ટ માટે સરકારે ત્રણ ગામોમાં જમીન સંપાદન કરવાનું નિશ્ચિત કર્યું ત્યારથી પર્યાવરણવાદીએ સ્થાનિક લોકોને ઉશ્કેરીને આગળ કામ થવા દીધુ નથી તેમ કહીને પોતાના જવાબમાં આ બધુ રાજકિય લાભ લેવા થયાનું અવલોકન કરતા તત્કાલિન વડાપ્રધાન ડો.મનમોહનસિંઘનું નામ ઉચ્ચારતા વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો. ગૃહમાં ક્ષણિક હોહા શરૂ થતા ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ ઉભા થઈને યુપીએની સરકાર વખતે દેશમાં ૬ અણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવા નિર્ણય થયો હોવાનુ જણાવતા ”વર્ષ ૨૦૧૧માં જાપાનમાં સુનામીની હોનારત વખતે ફુકુશીમાં પ્લાન્ટમાંથી અણુ ઉત્સર્જન, ગળતળની ઘટના બહાર આવ્યા બાદ ભાવનગરમાં સ્થાનિક સ્તરે મીઠીવિરડીના પ્લાન્ટ સામે પણ વિરોધ થયો હતો. આથી, તે થયો નથી અને થશે પણ નહી” એમ સ્પષ્ટ જાહેર કર્યુ હતુ.

વાઈબ્રન્ટ સમિટમાં આવી આ કંપનીઓ ફસકી ગઈ

કંપની                          પ્લાન્ટનું સ્થળ          મુડીરોકાણ              હાલની સ્થિતિ

ન્યુક્લિયર પાવર કોર્પો.         મીઠીવીરડી, ભાવનગર  રૂ.૫૦,૦૦૦ કરોડ       પ્રોજેક્ટ પડતો મુકાયો

અદાણી પાવર લિ.              ધોલેરા, અમદાવાદ      રૂ.૯૦૦૦ કરોડ        સ્થપાયેલ નથી

અદાણી પાવર લિ.              દહેજ, ભરૂચ             રૂ.૮૦૦૦ કરોડ         સ્થપાયેલ નથી

વીસા પાવર, કોલકત્તા           પીપાવાવ, અમરેલી     રૂ.૪૦૦૦ કરોડ         કંપની જ ફસકી ગઈ !

ત્નજીઉ એનર્જી લિ.              જુનાગઢ                રૂ.૭૦૦૦ કરોડ         સ્થપાયેલ નથી

યુનિવર્સલ સક્સેસ એન્ટ.લિ.     જામનગર              રૂ.૧૦૦૦૦ કરોડ                સ્થપાયેલ નથી

;