અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિક પર નિર્વસ્ત્ર થઈને ફરવા બદલ કેસ - Sandesh
NIFTY 10,485.25 +4.65  |  SENSEX 34,179.35 +-13.30  |  USD 65.4500 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિક પર નિર્વસ્ત્ર થઈને ફરવા બદલ કેસ

અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિક પર નિર્વસ્ત્ર થઈને ફરવા બદલ કેસ

 | 10:01 am IST

ર્વિજનિયાના ચર્ચ હીલમાં આવેલ એક ગુજરાતી મોટેલના માલિક પર અશ્લીલ પ્રદર્શનનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક ઓફ ડયૂટી પોલીસ અધિકારીએ નજીકના રોસ્ટોરામાં એક નિર્વસ્ત્ર વ્યક્તિને પાર્કિંગની આસપાસ ફરતો જોયો હતો. રોજરવિલે પોલીસ વિભાગના અધિકારી ક્રિસ પ્રાઈસ અલ પોટરીલ્લો મેક્સિકન રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન લઈ રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની હતી.

બપોર પછીના સમયમાં રોજરવિલે પોલીસ વિભાગના અધિકારી ક્રિસ પ્રાઈસ અલ પોટરીલ્લો મેક્સીકન રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન લઈ રહ્યાં હતાં. આ દરમિયાન એક વ્યક્તિ નગ્ન હાલતમાં પાર્કિંગની જગ્યામાં ફરી રહ્યો હતો. આ જગ્યા વોલન્ટીયર હાઈસ્કૂલના પશ્ચિમમાં આવેલ ચર્ચ હીલ ઈન સાથે પાર્કિંગની જગ્યા ધરાવે છે. બાદમાં પ્રાઈસે આ વ્યક્તિની તપાસ કરતા તેની ઓળખ ૫૦ વર્ષીય અનિલકુમાર પટેલ અને ૫૦,૧૧૪૨ સ્વયંસેવક સ્ટ્રીટ ખાતે ચર્ચ હિલ મોટેલના માલિક તરીકે થઈ હતી. પ્રાઈસે બાદમાં ચર્ચ હિલ પોલીસ વિભાગ અને ડિટેક્ટિવ એથન મેઝને આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

એથન મેઝે જણાવ્યું કે વ્યક્તિ રૃમમાંથી બહાર આવીને મોટેલની લોબીની ચાલતો હતો અને તે સંપૂર્ણપણે નિર્વસ્ત્ર હતો. ઓફિસર પ્રાઈસે વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિ બહાર આવે છે અને રૃમની સામે પાર્ક કરેલી મિનિવાન પાસે જાય છે અને પાછો ફરે છે.

જ્યારે મેઝે આ બનાવ અંગે પટેલને પુછયું તો પટેલને ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, નિર્વસ્ત્ર થઈને બહાર નહોતો ફરી રહ્યો, પ્રાઈસે કોઈ બીજી વ્યક્તિનો જોઈ હશે. મેઝે જ્યારે સર્વેલન્સ કેમેરા તપાસનું કહ્યું તો પટેલે કહ્યું કે, સર્વેલન્સ કેમેરા કામ કરતા નથી. મેઝે જણાવ્યું કે, મેં બાદમાં ઓફિસર પ્રાઈસને લોબીમાં બોલાવ્યા અને તેમણે ખાતરીપૂર્વક નિર્વસ્ત્ર થઈને બહાર ચાલનાર પુરુષ તરીકે પટેલને ઓળખી લીધા હતા. પ્રાઈસે કહ્યું કે, જો કોઈ અન્ય ગ્રાહકોએ પટેલને જોયો હોય તો હું તેનાથી અજાણ છું, પરંતુ ૧૧ વર્ષીય કિશોરો સહિત રેસ્ટોરન્ટમાં ઘણા ગ્રાહકો હાજર હતાં. પટેલને અશ્લીલ હરકતો માટે કોર્ટમાં હાજર થવા ફરમાવવામાં આવ્યું હતું. પરંતુ ધરપકડ કરવામાં આવી નથી. ૨૧મી જૂનના રોજ હોકીન્સ કાઉન્ટી સેશન્સ કોર્ટમાં દોષી ઠેરવવા માટે સુનિિૃત થયેલ છે.