Numerologist predicts about Loksabha Election Result
  • Home
  • Election 2019
  • 23મે PM મોદીનો દિવસ, 24મેએ પરિણામ જાહેર થશે તો રાહુલ પડશે ભારે

23મે PM મોદીનો દિવસ, 24મેએ પરિણામ જાહેર થશે તો રાહુલ પડશે ભારે

 | 6:02 pm IST

ભારતમાં આવતાં પાંચ વર્ષ માટે કોણ સરકાર બનાવશે તે અંગે સૌ કોઈ ચર્ચા અને પોતાના અનુમાન લગાવી રહ્યા છે. તમામના મનમાં સવાલ છે કે, નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર આવશે કે પછી આ વખતે સત્તા બદલાશે? જ્યોતિષ પ્રમાણે, પરિવર્તન થશે તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ફાયદો થશે. સાથે જ ગઠબંધન દમદાર રહેશે. તમામ અનુમાનો વચ્ચે અંક જ્યોતિષ મુજબ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને માટે સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે.

જ્યોતિષાચાર્ય ડો. અરુણેશ કુમાર શર્માના અનુસાર 23 મે 2019ના રોજ શરૂ થનાર મતગણતરી ભાગ્યાંકના આધારે નરેન્દ્ર મોદીના પક્ષમાં છે. મતગણતરીનો દિનાંક 23નો જન્માંક 8 અને ભાગ્યાંક 5 છે.

જો મતગણતરી લાંબી ચાલી તો, તે 24 તારીખમાં પ્રવેશ કરશે. તો તે રાહુલ ગાંધી માટે સકારાત્મક સંકેતોની વણઝાર લગાવશે. કારણ કે, રાહુલ ગાંધીની જન્મતિથિ 19-06-1970 છે. તેમનો જન્માંક 1 અને ભાગ્યાંક 6 છે. 24 તારીખોનો પૂર્ણાંક 6 બને છે. 6નો અંક રાહુલ ગાંધીનો ભાગ્યાંક છે. એવામાં અંકોના આંકલનથી કહી શકાય કે, મતગણતરીની શરૂઆત નરેન્દ્ર મોદીના પક્ષમાં રહી શકે છે, તો જો મતગણતરી બીજા દિવસમાં પ્રવેશ કરશે તો તે રાહુલ ગાંધીને લાભ પહોંચાડશે.

મતગણતરીનો આરંભ ધનુના ચંદ્રમામાં થશે. ધનુમાં ચંદ્રમાનો શનિથી સંયોગ ભ્રમપુર્ણ સ્થિતિનો સંકેતક છે. જ્યોતિષાચાર્ય ડો. અરુણેશ કુમાર શર્માનું કહેવું છે કે, પરિણામ પણ ભ્રમપુર્ણ અને અસ્પષ્ટ આવી શકે છે. એટલે કે કોઈ પણ પક્ષને બહુમત મળવાના સંકેત ખુબ જ ઓછા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન