Nurse Charges Against Doctor in Vapi At Valsad
  • Home
  • Featured
  • વાપીની હોસ્પિટલને શર્મસાર કરતો કિસ્સો: યુવતીએ કહ્યું- ‘ડૉક્ટરે એકલતાનો લાભ લઈ મારી સાથે શારીરિક…

વાપીની હોસ્પિટલને શર્મસાર કરતો કિસ્સો: યુવતીએ કહ્યું- ‘ડૉક્ટરે એકલતાનો લાભ લઈ મારી સાથે શારીરિક…

 | 2:34 pm IST

આજકાલ શહેરમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. આપણા દેશમાં કાયદાઓ કડક છે, પરંતુ તેની અમલવારીમાં વાર લાગતી હોવાના કારણે કેટલીયે નિર્દોષ યુવતીઓ, બાળકીઓ અને મહિલાઓ તેનો શિકાર બનતી હોય છે. બીજી બાજુ રાજ્યમાં એવી અનેક ઘટનાઓમાં ડોક્ટર વિરુદ્ધ નર્સોએ શારીરિક શોષણ કર્યાના આરોપો લાગ્યા છે, પરંતુ તેમાં કોઇ યોગ્ય સજા ના થવાના કારણે હવસખોર ડોક્ટરો નિદોષ છૂટી જાય છે. રાજ્યમાં હાલ વલસાડના વાપીમાં ડોક્ટર વિરુદ્ધ નર્સે ગંભીર આરોપ લગાવતા ભગવાનના રૂપ ગણાતા મેડિકલક્ષેત્રે મોટો આંચકો લાગ્યો છે.

વલસાડના વાપીમાં ડૉક્ટર વિરુદ્ધ નર્સે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, વાપી ખાતે આવેલ ESI હોસ્પિટલમાં ડોકટરે મારી સાથે શારીરિક અડપલાં કરી જબરદસ્તી કર્યા હોવાનો ઘટસ્ફોટ કરતા સનસનાટી વ્યાપી ગઇ છે. આ ઘટના બન્યા બાદ હોસ્પિટલમાં નર્સ સહિત પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વલસાડના વાપીમાં નર્સે ડૉક્ટર અનિલ શહર વિરુદ્ધ શારીરિક અડપલા કર્યાનો આરોપ લગાવ્યો છે. હાલ સમગ્ર મામલો GIDC પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વાપી ખાતે આવેલ ESI હોસ્પિટલ એક યુવતી નર્સ તરીકે પોતાની ફરજ બજાવતી હતી. ત્યારે વાપી ખાતે આવેલ ESI હોસ્પિટલના ડોક્ટર અનિલ શહરે એક યુવતીને શારીરિક અડપલા કરીને જબરદસ્તી કરી હતી. ત્યારબાદ યુવતીએ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારજનોને કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં યુવતી અને પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો.

આ ઘટનામાં યુવતીએ ડોક્ટરને તેની કેબીનમાં ચપ્પલ ફેંકી માર મરાયો હોવાની વાત પણ સામે આવી છે. મહિલા નર્સે ડોક્ટર પર પોતાનું ચંપલ ફેંક્યું હોવાની કથણી પણ સામે આવી રહી છે. ત્યારબાદ હોસ્પિટલમાં મહિલા નર્સ અને તેના પરિવારજનોએ હોબાળો કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. યુવતીનું કહેવું છે કે, ડોક્ટર અનિલ શહરે એકલતાનો લાભ ઉઠાવી મારી સાથે શારીરિક અડપલા કરીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરાયો હતો.

આ ઘટનામાં ભારે હોબાળો થતા લોકો દોડી આવ્યા હતા, ત્યારબાદ પોલીસને જાણ કરાતા વાપી જીઆઈડીસી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલો વાપી જીઆઈડીસી પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે, વાપી ખાતે આવેલ ESI હોસ્પિટલમાં ડોકટર અનિલ શહર એક અધિક્ષક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન