Nushrat Bharucha Sizzles at Beach in Thailand,See photos
  • Home
  • Featured
  • Photos: ચર્ચામાં નુસરતનો બોલ્ડ અંદાજ, પૂલ કિનારે બિકિનીમાં તસવીરો VIRAL

Photos: ચર્ચામાં નુસરતનો બોલ્ડ અંદાજ, પૂલ કિનારે બિકિનીમાં તસવીરો VIRAL

 | 9:41 am IST

બોલિવૂડ એકટ્રેસ નુસરત ભરૂચાએ થાઈલેન્ડમાં પોતાના મિત્રો સાથે ખુબજ ધમાલ મસ્તી કરી હતી. થાઈલેન્ડમાં નુસરતની ફ્રેન્ડે બેચલરેટ પાર્ટી આપી હતી જેનો હાલ ખુબજ ટ્રેન્ડ છે. આ વેકેશન દરમિયાન સ્વીમિંગ પુલના કિનારે નુસરતનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા બાદ નુસરત ભરૂચાએ થાઈલેન્ડમાં પાર્ટી કરી હતી. નુસરતની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ હતી. તસવીરોમાં નુસરત ભરૂચા પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. પૂલ કિનારે પોજ આપતી નુસરત બોલ્ડ અવતાર છવાઈ ગઈ હતી.

નુસરતની આ તસવીરો જોનારા જોતા જ રહી જાય છે. તસવીરોમાં ગ્લેમરસ, સ્ટનિંગ અને ડીવા જેવા કમેન્ટ આવી રહ્યા છે. નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ગ્લેમરસ તસવીરો પ્રશંસકો સાથે શેર કરતી રહે છે.
પ્યાર કા પંચનામા ફિલ્મથી લોકપ્રિય થયેલ નુસરત ભરૂચા આજે બોલિવૂડમાં જાણીતું નામ બની ચુકી છે. ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના સાથે તેની જોડી પ્રશંસા પામી હતી. 2006માં નુસરતે ફિલ્મ જય સંતોષી માંથી તેની કેરિયરની શરૂઆત કરી હતી.

નુસરતે ફિલ્મ કલ કિસને દેખા, તાજમહેલ, લવ સેક્સ ઓર ધોખા જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ તેને ખરી સફળતાતો પ્યાર કા પંચનામાથી મળી. કાર્તિક આર્યન સાથે તેની જોડી ખુબજ પસંદ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન