nushrat bharucha wants to see ranbir kapoor in towel
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આલિયાની સામે નુસરત બોલી, ‘મારે રણબીરને ટુવાલમાં જોવો છે’ પછી કહ્યું-સોરી

PHOTOS: આલિયાની સામે નુસરત બોલી, ‘મારે રણબીરને ટુવાલમાં જોવો છે’ પછી કહ્યું-સોરી

 | 2:00 pm IST

પ્યાર કા પંચનામા ફિલ્મથી ફેમસ થનારી અભિનેત્રી નુસરત ભરૂચા હાલમાં એક વાતને લઈ ચર્ચામાં છે. હાલમાં રિલીઝ થયેલી ડ્રીમ ગર્લ પણ હિટ રહી છે. પરંતુ નુસરતના એક બયાનના કારણે સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો છે.

નુસરત ભરૂચા કહે છે કે તે રણબીર કપૂરને ટુવાલમાં જોવા માંગે છે. ટૂંક સમયમાં પ્રસારિત થનાર આઈફા 2019નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જેમાં નુસરત ભરૂચા રણબીર કપૂરને ટુવાલમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરતી બતાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી.

પ્રોમો વીડિયોમાં હોસ્ટ આયુષ્માન ખુરાના નુસરતને પુછે છે કે બિગ બોસમાં તે ક્યા સ્ટારને ટુવાલમાં જોવા માંગશે. તો અભિનેત્રી પહેલા ખચકાતી હતી પરંતુ પછી રણબીર કપૂરનું નામ આપ્યું હતું. તેનો આ જવાબ સાંભળીને પ્રેક્ષકો તરફથી સારો રિસપોન્સ મળ્યો. ત્યારે રણબીરની ગર્લફ્રેન્ડ આલિયાએ પણ હસીને પ્રતિક્રિયા આપી. ત્યારબાદ નુસરતે આલિયા તરફ જોઈને મજાકમાં કહ્યું “સોરી”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન