Nusrat Jahan called the yash dasgupta husband on social media
  • Home
  • Entertainment
  • Bollywood
  • નુસરત જહાંએ સોશિયલ મીડિયામાં આ વ્યક્તિને ગણાવ્યો પોતાનો પતિ

નુસરત જહાંએ સોશિયલ મીડિયામાં આ વ્યક્તિને ગણાવ્યો પોતાનો પતિ

 | 8:29 pm IST
  • Share

  • એક્ટ્રેસ અને પોલિટીશિયન નુસરત જહાં ફરી ચર્ચામાં
  • સોશિયલ મીડિયામાં નુસરત જહાંએ યશ દાસગુપ્તાને હસબન્ડ કહ્યો
  •  એક્ટ્રેસ નુસરત જહાં પોતાના અંગત જીવનમાં આગળ વધી

એક્ટ્રેસ અને પોલિટીશિયન નુસરત જહાં પોતાના અંગત જીવનને લઇ અવારનવાર ચર્ચામા રહે છે. આ અભિનેત્રી પોતાના લગ્નને લઇ લોકોના નિશાના પર હતી પરંતુ હવે તે પોતાના અંગત જીવનને લઇ કોઇ પણ પ્રકારનું સસ્પેન્સ રાખવા માંગતી નથી. પતિ યશ દાસગુપ્તાના જન્મદિવસના અવસરે નુસરત જહાંએ સોશિયલ મીડિયામાં તેને હસબન્ડ કહીને સંબોધિત કર્યો છે અને સેલિબ્રેશન દરમિયાન કેટલીક તસવીરો પણ શેર કરી છે.

નુસરતે યશને પતિ ગણાવ્યો

નુસરત જહાંએ પ્રથમવાર યશને પોતાના પતિ તરીકે ગણાવ્યો છે. આ કારણે નુસરતની આ પોસ્ટ વધુ ખાસ બની જાય છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેકની તસવીર શેર કરી છે. આ કેક ખુબ જ ખાસ છે. આ કેક બે ભાગમાં છે. જેમા ઉપરવાળામાં હસબન્ડ લખ્યું છે અને કપલની શૈડો પણ બનેલી છે. ત્યાં જ નીચેના ભાગમાં નુસરતના સ્વીટ કિડની શૈડો છે જે યશ સાથે ક્વોલિટીટાઇમ સ્પેન્ડ કરતો નજર આવે છે. નીચેવાળા ભાગમાં લખેલુ છે ‘પિતા’

પાર્ટનર નિખિલ જૈનથી અલગ થઇ

નુસરત જહાંએ 26 ઓગસ્ટે બેબી બોયને જન્મ આપ્યો. પરંતુ તેના એક્સ હમબન્ડ નિખિલ જૈન સંગ થોડા સમય પહેલા જ તેને અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેને થોડા સમય પહેલા જ નિવેદનમાં કહ્યું હતું કે, તેના લગ્ન ઇન્ડિયન લો પ્રમાણે માન્ય નથી. આ દરમિયાન યશ દાસગુપ્તા સંગ પણ નુસરતની રોમાન્સની ખબરો જોવા મળી હતી. પરંતુ હવે નુસરતની પ્રથમવાર પોતાના પતિ તરીકે ગણાવ્યો છે. જેનો મતલબ છે કે એક્ટ્રેસ પોતાના અંગત જીવનમાં આગળ વધી ગઇ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો