Nusrat Jahan New Photo Hints She Is Already Married to Yash Dasgupta
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું થઈ ગયા નુસરત જહાં અને યશ દાસગુપ્તાના લગ્ન? તસવીરમાં છુપાઈ હકીકત

શું થઈ ગયા નુસરત જહાં અને યશ દાસગુપ્તાના લગ્ન? તસવીરમાં છુપાઈ હકીકત

 | 2:14 pm IST
  • Share

  • નુસરત જહાંએ દશેરા નિમિતે શેર કરી તસવીર

  • તસવીર જોઇને લોકો લગાવી રહ્યા છે લગ્નની અટકળો

નુસરત જહાં પોતાના અંગત જીવન માટે લાંબા સમયથી ચર્ચાઓમાં છે. થોડા સમય પહેલા જ નુસરતે તેના પહેલા બાળક Yishaanને જન્મ આપ્યો અને ત્યારથી જ અભિનેતા યશ દાસગુપ્તા સાથે તેના લગ્નની અફવાઓ સામે આવવા લાગી છે.

સાડી પહેરેલી તસવીર શેર કરી 

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

હવે એવું લાગી રહ્યું છે કે નુસરત જહાંએ આ અફવાઓની પુષ્ટિ કરી છે. નુસરત જહાંએ દશેરાના પ્રસંગે લાલ અને સફેદ સાડીમાં પોતાની તસવીર શેર કરી હતી. આ સાડી સાથે તેણે શાખા પોલા (લાલ અને સફેદ બંગડી) પહેરી હતી જે પરિણીત મહિલાઓ પહેરે છે. સાથે જ તેના કપાળ પર લાલ બિંદી અને આંખોમાં કાજલ પણ કરેલી હતી. તેની આ તસવીર જોઈને એવું માનવામાં આવી રહ્યું છે કે તેના યશ સાથે લગ્ન થઈ ચુક્યા છે.

આ પહેલા નુસરત જહાંએ યશ દાસગુપ્તાના જન્મદિવસ પર એક કેકની તસવીર શેર કરી હતી, આ કેક પર પતિ અને પિતા લખેલું હતું. અહીંથી અફવા શરૂ થઈ કે નુસરત અને યશે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.

યશ દાસગુપ્તા અને નુસરત જહાં નવરાત્રિ દરમિયાન એકસાથે પંડાલોમાં જતા જોવા મળ્યા હતા. બંનેએ તેમની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.

થોડા સમય પહેલા નુસરત જહાંએ પુત્ર Yishaanને જન્મ આપ્યો છે. યશે દીકરા અને માતાની તબિયતના સમાચાર આપ્યા હતા. યશ દાસગુપ્તાનું નામ Yishaanના બર્થ સર્ટિફિકેટ પર છે, જે સામે આવ્યા બાદ હલચલ મચી ગઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો