Nusrat Jahan Reaction on Slogans against Mamata Banerjee
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મમતા સામે નારેબાજી થતાં સાંસદ નુસરત જહાં ભડકી, કહ્યું- રામનું નામ ગળું દબાવીને ન બોલો

મમતા સામે નારેબાજી થતાં સાંસદ નુસરત જહાં ભડકી, કહ્યું- રામનું નામ ગળું દબાવીને ન બોલો

 | 8:05 pm IST
  • Share

વિક્ટોરિયા મેમોરિયલ (Victoria Memorial)માં મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) સામે જય શ્રી રામની નારેબાજી કરનારાઓને TMCની સાંસદ નુસરત જહાંએ (Nusrat Jahan) જવાબ આપ્યો છે. નુસરત જહાંએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિ પર આયોજિત સરકારી કાર્યક્રમમાં જય શ્રી રામની નારેબાજી પર નારાજગી વ્યક્ત કરી છે. શનિવારે તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, રામનું નામ ગળે લાગીને બોલો નહીં કે ગળું દબાવીને.

નુસરત જહાંએ પોતાની ટ્વીટમાં કહ્યું કે, તે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ સમારોહમાં રાજનૈતિક અને ધાર્મિક નારેબાજીની આકરી ટીકા કરે છે. એક અન્ય ટ્વીટમાં તેણે લખ્યું કે સુભાષ ચંદ્ર બોઝ એવા નેતા હતા જેઓએ બંગાળના ઉત્પીડનની સામે લડતા શીખવાડ્યું હતું. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેઓનું યોગદાન દરેક ભારતીયના મનમાં રહેશે. દેશ નાયક દિવસ પર બંગાળ મહાન નેતાજીને નમન કરે છે.

મમતાએ ભાષણ આપવાનો ઈન્કાર કર્યો

વિક્ટોરિયા મેમોરિયલમાં મમતા બેનર્જીમાં ગુસ્સો જોવા મળ્યા હતા. તેઓએ અહીં ભાષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મમતા સંબોધન કરવા માટે મંચ પર પહોંચ્યા ત્યાં જ લોકો દ્વારા નારેબાજી શરૂ કરી દેવામાં આવી હતી. અને મમતાએ કહ્યું હતું કે કોઈનું અપમાન કરવું યોગ્ય નથી.

જેવા મમતા બેનર્જી ભાષણ આપવા મંચ પર પહોંચ્યા તો લોકોએ જય શ્રી રામનાં નારાં લગાવવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી નારાજ મમતાએ ભાષણ આપવા ઈન્કાર કરી દીધો હતો. જય શ્રી રામ અને ભારત માતા કી જયનાં નારાં લાગતાં મમતા ગુસ્સે ભરાયા હતા. તેઓએ કહ્યું કે, જો તમે કોઈને બોલાવો છો તો તેઓનું અપમાન કરવું ઠીક નથી. મને લાગે છે સરકારી પ્રોગ્રામની ગરિમા હોવી જોઈએ. આ સરકારી કાર્યક્રમ છે. કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. આ તમામ પાર્ટી અને લોકોનો પ્રોગ્રામ છે. હું વડા પ્રધાન અને કલ્ચરલ મિનિસ્ટ્રીની આભારી છું કે તેઓએ કોલકાતામાં પ્રોગ્રામ બનાવ્યો. પણ કોઈને આમંત્રિત કરીને તેનું અપમાન કરવું શોભા અપાતું નથી. હું તેના વિરોધમાં કાંઈપણ નહીં બોલું. જય હિંદ. જય બાંગ્લા

આ વીડિયો પણ જુઓઃ સ્થાનિક ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન