nusrat jahan shared romantic picture on instagram with nikhil jain
  • Home
  • Photo Gallery
  • નુસરત જહાં સોશિયલ મીડિયા પર થઈ રોમેન્ટિક, પતિ સાથે આવા પોઝમાં ફોટો વાયુવેગે વાયરલ

નુસરત જહાં સોશિયલ મીડિયા પર થઈ રોમેન્ટિક, પતિ સાથે આવા પોઝમાં ફોટો વાયુવેગે વાયરલ

 | 5:38 pm IST

નુસરત જહાં હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં નુસરત જહાને પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં નુસરત અને નિખિલ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. નુસરતે આ તસવીર શેર કરતા કેપ્શન પણ લખ્યું છે.

નુસરતે લખ્યું- ‘તમારા માટે પ્રેમથી ભરેલા બધા ગીતો … જ્યારે મારે તમારા સમયની જરૂર છે? આજે અને હંમેશા…. ‘ આ તસવીરમાં નુસરત અને નિખિલ જૈન એક સાથે ખુશ જોવા મળી રહ્યા છે. નુસરતે પીળો ડ્રેસ પહેર્યો છે જ્યારે નિખિલે સફેદ હૂડી સાથે ડેનિમ જિન્સ પહેરી છે.

નુસરતે એક સાથે અનેક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કેટલીક તસવીરોમાં નુસરત એકલી જોવા મળી હતી, તો કેટલાકમાં તેના પતિ નિખિલ જૈન સાથે. નુસરતે 19 જૂને નિખિલ સાથે લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે હિન્દુ વિધિની સાથે ક્રિશ્ચિયન લગ્ન પણ કર્યાં હતાં. જુઓ બંન્નેના નવા ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન