nusrat jahan sindoor khela pictures viral with her husband
  • Home
  • Photo Gallery
  • માથા પર અને ગાલમાં સિંદુર! પતિ સાથેે સિંદુર ખેલા, નુસરત જહાંની મનમોહક તસવીરો વાયરલ

માથા પર અને ગાલમાં સિંદુર! પતિ સાથેે સિંદુર ખેલા, નુસરત જહાંની મનમોહક તસવીરો વાયરલ

 | 1:00 pm IST

ટીએમસી સાસંદ નુસરત જહાંની સિદુંર ખેલાની તસવીરો વાયરલ થઈ રહી છે. તસવીરોમાં નુસરત સાથે પતિ નિખિલ જૈન પણ જોવા મળ્યો હતો. આ ફોટોઝમાં બંન્ને સિંદુર ખેલા રમી રહ્યા છે. સિદુંર ખેલા વિજયા દશમીના દિવસે મનાવવામાં આવે છે. આ પહેલા પણ કોલકત્તા પંડાલની દુર્ગા પુજા પણ નુસરતે હાજરી આપી હતી.

નુસરત જહાંની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. નુસરતે કોલકતામાં સિંદુર ખેલાની રસમ નિભાવી હતી. તસવીરો પડાવ્યા બાદ નુસરતે મીડિયા સાથે પણ વાત કરી હતી. નુસરતે કહ્યું કે, હું ભગવાનનું વિશેષ સંતાન છું. બધા તહેવારો હું ધુમધામથી મનાવું છું. હું માણસાઈ અને પ્રેમની સૌથી વધુ ઈજ્જત કરૂ છું. હું ખુબ ખુશ છું. વિવાદ મારા માટે કોઈ કામના નથી.

આ ખાસ સિંદુર ખેલામાં નુસરતે સફેદ અને લાલ રંગની સાડી પહેરી હતી. ગળામાં ગોલ્ડન જ્વેલરી અને માથામાં સિંદુર લગાવ્યો હતો. સાથે સાથે ચહેરા પર પણ સિંદુર લગાવેલો હતો. આ સિવાય નુસરતે પણ સોશિયલ મીડિયામાં ફોટોઝ વાયરલ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન