Nusrat Jahan-Yash Dasgupta’s photoshoot takes internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • નુસરત જહાંએ યશ દાસગુપ્તા સાથે કરાવેલું રોમેન્ટિક ફોટોશૂટ શેર કર્યું

નુસરત જહાંએ યશ દાસગુપ્તા સાથે કરાવેલું રોમેન્ટિક ફોટોશૂટ શેર કર્યું

 | 8:00 am IST
  • Share

  • એથનિક આઉટફિટમાં બન્નેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે

  • સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી હિન્ટ આપી હતી કે તેણે લગ્ન કરી લીધાં છે

બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં બંગાળી એક્ટર યશ દાસગુપ્તાની સાથે પોતાના રિલેશનશિપને લઇને ધીરે ધીરે ઓપન થઇ રહી છે. હાલમાં તેણે યશની સાથે એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં બન્નેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ફોટોશૂટમાં બન્ને એથનિક આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. આ ફોટોશૂટ ઉપરાંત નુસરતે સપ્તમીના પ્રસંગે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે લાઇટ બ્લૂ કલરની સાડીમાં જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે નુસરતે હાલમાં તેની સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી હિન્ટ આપી હતી કે તેણે લગ્ન કરી લીધાં છે. હાલમાં યશના જન્મદિવસ પર નુસરતે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેણે કેક પર યશ માટે હસબન્ડ લખ્યું હતું. નુસરત અને યશ આ વર્ષે 26ઓગ્સ્ટે એક દીકરા ઇશાનના પેરેન્ટ્સ બન્યા છે. પહેલા નુસરતના દીકરાના પિતાનું નામનો ખુલાસો કર્યો નહોતો પરંતુ પછી સોશિયલ મીડિયા પર બાળકના બર્થ સર્ટિફિકેટ  વાઇરલ થઇ ગયું જેમાં બાળકના પિતાનું નામ યશ દાસગુપ્તા જ લખ્યું હતું.

હાલમાં નુસરતે એક ઇન્ટરવ્યૂમાં યશની સાથે તેની બોન્ડિંગને લઇને કેટલીક વાતો કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તું અને યશ લગ્ન કર્યા વગર જ માતા-પિતા બની ગયા છો તો તમારે કેટલ નેગેટિવ રિએક્શન સહન કરવા પડે છે ત્યારે નુસરતે કહ્યું કે, આ આવું ના થવું જોઇએ કારણ કે લોકોને ક્યાં ખબર છે કે મેં અને યશે લગ્ન કર્યા છે કે નહી. અમે બધું બહાર જાહેર નથી કરતા તેનો મતલબ એ નથી કે જે લોકો બોલે છે તે સાચા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો