Nysa and Kajol Devgan Spotted at Airport in Black Outfit
  • Home
  • Featured
  • દીકરી ન્યાસા સાથે કાજોલની બોન્ડિંગ, બ્લેક આઉટફિટમાં છવાઈ મા-દીકરીની જોડી

દીકરી ન્યાસા સાથે કાજોલની બોન્ડિંગ, બ્લેક આઉટફિટમાં છવાઈ મા-દીકરીની જોડી

 | 11:20 am IST

કાજોલ અને અજય દેવગન બોલિવૂડના પાવર કપલમાંથી એક છે. આ કપલના બે બાળકો છે. દીકરી ન્યાસા અને દીકરો યુગ. કાજોલ અને અજય દેવગન મોટા ભાગે તેમના બાળકો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા નજરે આવે છે. તાજેતરમાં શુક્રવારની રાતે કાજોલ અને તેની દીકરી ન્યાસા એક સાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાન કાજોલ એક પ્રોટેક્ટિવ મદર તરીકે તેની દીકરી ન્યાસાનું ધ્યાન રાખતા નજરે આવી.

એરપોર્ટ પર માતા અને દીકરી બન્ને બ્લેક આઉટફિટમાં નજરે આવી. કાજોલે બ્લેક લોન્ગ સ્લીવ ટોપ સાથે બ્લેક પેન્ટ પહેરી હતી. બ્લેક આઉટફિટ સાથે બ્રાઉન કોહલાપુરી ચપ્પલ, વ્હાઇટ બેગ અને ગ્લાસેસમાં કાજોલ તેના લૂકમાં કૂલ દેખાઈ રહી હતી. જ્યારે બીજી તરફ ન્યાસા બ્લેક ઓફ શોલ્ડર ક્રોપ ટોપની સાથે મેચિંગ શોર્ટ્સ અને વ્હાઇટ શૂઝમાં દેખાઈ હતી. ન્યાસા પણ તેના આ લૂકમાં ઘણી સ્ટનિંગ લાગી રહી હતી.

તમને જણાવી દઈએ કે કાજોલ જલ્દી ફિલ્મ તાનાજીમાં દેખાઈ શકે છે. આ ફિલ્મમાં અજય દેવગન અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ મરાઠી મિલિટરી લીડરના જીવન પર આધારિત હશે. મીડિયા રિપોર્ટ મુજબ કાજોલની આ ફિલ્મ 10મી જાન્યુઆરી 2020માં રિલીઝ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન