Nysa Devgan Went To Temple In Short Top, Trollers Trolled Her
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ શું પહેરીને મંદિરે પહોંચી ગઈ અજય દેવગનની દીકરી, લોકોએ લઈ લીધો ઉધડો

આ શું પહેરીને મંદિરે પહોંચી ગઈ અજય દેવગનની દીકરી, લોકોએ લઈ લીધો ઉધડો

 | 7:40 pm IST

બોલીવુડ એક્ટર અજય દેવગન પોતાની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ અજય દેવગન પોતાની દીકરી ન્યાસાની સાથે દર્શન કરવા મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, પરંતુ તસવીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર ન્યાસા ફરી એકવાર ટ્રોલર્સનાં નિશાના પર આવી ગઈ છે.

અજય દેવગન પોતાના દીકરી ન્યાસાની સાથે મંદિરમાં પહોંચ્યો હતો. અહીં તેણે પોતાની દીકરી સાથે પૂજા કરી, પરંતુ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને આ વાત પસંદ આવી નહીં. યૂઝર્સે આ દરમિયાન ન્યાસાનાં ડ્રેસને લઇને પ્રશ્નો કર્યા. એક યૂઝરે લખ્યું કે, ‘આ બાળકોને બિલકુલ મર્યાદા નથી કે મંદિરમાં પ્રવેશ કેવી રીતે કરીએ છીએ. આ ખરેખર ઘણું જ ચોંકાવનારું છે.’

એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘તે આ કપડાને પહેરીને મંદિર જઇ રહી છે કે પછી જીમ?’ આ ઉપરાંત ઘણા અન્ય લોકોએ પણ કોમેન્ટ કરી છે. તો કેટલાક યૂઝર્સ એવા પણ છે જેમણે ન્યાસાની ડ્રેસનો બચાવ કર્યો છે. ઘણા યૂઝર્સે લખ્યું કે, ‘મંદિર જવાનો કોઈ ડ્રેસ કોડ નથી હોતો, આ કારણે આને મુદ્દો બનાવવો ખોટું છે.’

અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ 10 ફેબ્રુઆરી 2020નાં રોજ રીલીઝ થશે અને આ સાથે તેનો ક્લેશ દીપિકા પાદુકોણની ‘છપાક’થી થશે. ફિલ્મમાં અજય દેવગન સાથે તેની પત્ની કાજોલ જોવા મળશે.

આ વિડીયો પણ જુઓ: નિત્યાનંદ આશ્રમમાં તપાસનો ધમધમાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન