NZ People doing Haka Dance and Dedicates to Christchurch Victims
  • Home
  • Videos
  • Featured Videos
  • અનોખો ‘ડાન્સ’ કરી ન્યુઝીલેન્ડ આંતકી હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

અનોખો ‘ડાન્સ’ કરી ન્યુઝીલેન્ડ આંતકી હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

 | 4:24 pm IST

થોડા દિવસ પહેલા ન્યુઝીલેન્ડ ખાતે બે મસ્જિદોમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં 49 લોકોના મોત થયા હતા. આ જધન્ય આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં માર્યા લોકો અને ઘાયલોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વીડિયોમાં ન્યુઝીલેન્ડમાં લોકોના એક સમૂહે દેશના પ્રખ્યાત હાકા નૃત્ય કરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. રિપોર્ટ મુજબ હાકા ન્યુઝીલેન્ડના મૂળ નિવાસી માઓરી સમુદાયના લોકોનો પરમ્પરાગત સંસ્કૃતિક સમૂહ નૃત્ય છે. આ નૃત્યમાં ખૂબજ જોશ અને ભારે અવાજ અને હાવભાવનો પ્રયોગ કરવામાં આવે છે. આ નૃત્યને મોટા અવસર, કાર્યક્રમ અને અંતિમ સંસ્કારમાં પ્રસ્તુત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન