શિક્ષિત યુવાનોને નથી મળતી નોકરી, આ સ્થિતિ ચિંતાજનક કહ્યુ ઓ પી કોહલીએ - Sandesh
  • Home
  • Gandhinagar
  • શિક્ષિત યુવાનોને નથી મળતી નોકરી, આ સ્થિતિ ચિંતાજનક કહ્યુ ઓ પી કોહલીએ

શિક્ષિત યુવાનોને નથી મળતી નોકરી, આ સ્થિતિ ચિંતાજનક કહ્યુ ઓ પી કોહલીએ

 | 4:05 pm IST

ગાંધીનગરમાં GTUનો 7મો પદવીદાન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સીએમ રૂપાણી તેમજ રાજ્યપાલ ઓ પી કોહલી ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સીએમ રૂપાણીએ પદવીદાન પછી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈને વિદ્યાર્થીઓનું સમાજમાં સારું યોગદાન  રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, ” વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંકલન કરી, સંસ્કાર અને સમાજપયોગી કાર્ય કરે.”  સીએમ રૂપાણીની આ હાકલ સાથે તેમણે  રાજ્ય તરફી સિદ્ધિ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમને યુવાનોને વધું ટેકનોલોજીનો ઉપયોગ કરવા સંદેશ આપ્યો હતો.”

જ્યારે રાજ્યપાલ ઓ પી કોહલીએ પદવીદાન પ્રસંગે શિક્ષિત યુવાનો અને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઓ પી કોહલીએ કહ્યું હતું કે, “ભણતર બાદ નોકરી ન મળે તે ચિંતાનો વિષય છે. આ સ્થિતિ એલાર્મિગ છે. યુવાનોને  ભણતર અને ઉચ્ચ શિક્ષણ બાદ રોજગારી સુનિશ્ચિત નથી. વિશ્વ વિદ્યાલયોએ આ મામલે ચિંતા કરવાની જરૂર છે. યુવાનોમાં ફેલાયેલા અસંતોષ વિશે વિચાર કરવો જોઈએ.”

ઓપી કોહલીએ વધુંમાં કહ્યું હતું કે, “શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય. શહેર અને ગામડાઓમાં સમાંતરે વિકાસ થાય તે જરૂરી છે. જ્યારે ગામડાઓ વિકસિત, પગભર અને મજબૂત બને ત્યારે દેશ મજબૂત છે. આજના શિક્ષણ અને રોજગારને લઈને યુવાનોમાં અસંતોષ જોવા મળે છે. જે સમાજ માટે ખતરાની ઘંટી છે. આ સ્થિતિના નિરાકરણ માટે સરકાર પગલાં ભરે તે સમયની માંગ છે.”

જીટીયુ કોન્વોકેશનમાં સીએમ રૂપાણી કઈંક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમનો આ અંદાજ કેમેરામાં આબાદ જિલાઈ ગયો હતો.