oads Closed For Traffic Due to Tiranga Yatra in Rajkot
  • Home
  • Featured
  • રાજકોટવાસીઓ 13 ફેબ્રુ.એ બપોર સુધી આ રસ્તાનો ઉપયોગ ટાળજો, નહીંતર ખાવો પડશે ધક્કો

રાજકોટવાસીઓ 13 ફેબ્રુ.એ બપોર સુધી આ રસ્તાનો ઉપયોગ ટાળજો, નહીંતર ખાવો પડશે ધક્કો

 | 11:27 am IST

રાજકોટવાસીઓ 13 ફેબ્રુઆરીએ રાજકોટમાં અમુક રૂટ પર રોડનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ લગાવાયો છે. રાજકોટમાં 13 ફેબ્રુઆરીએ યોજાનાર તિરંગા યાત્રાને લઈ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં અમુક રૂટ પર સવારે 8 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે સવારે આ રૂટને બદલે અન્ય વૈકલ્પિક રૂટનો તમારે ઉપયોગ કરવો પડશે.

13 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રાને લઈ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં તિરંગા યાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કયા રોડ પર લગાવાયો પ્રતિબંધ?

રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, જ્યુબિલી ગાર્ડન પાસે પ્રવેશ પર પ્રતિબંધ

આ વીડિયો પણ જુઓઃ જીઆર ને લઇ બિન અનામત વર્ગની મહિલાઓ શું કહે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન