ઓબામા ચૂંટણી મોડમાં સક્રિય, ટ્રમ્પ વિરુદ્ધ એકજૂટ થવા કરી અપીલ - Sandesh
  • Home
  • World
  • ઓબામા ચૂંટણી મોડમાં સક્રિય, ટ્રમ્પ વિરુદ્ધ એકજૂટ થવા કરી અપીલ

ઓબામા ચૂંટણી મોડમાં સક્રિય, ટ્રમ્પ વિરુદ્ધ એકજૂટ થવા કરી અપીલ

 | 4:54 pm IST

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. નવેમ્બરમાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીઓ માટે ઓબામાએ શનિવારે પ્રચાર કાર્યનો આરંભ કર્યો હતો. તેમણે ભયના રાજકારણ વિરુદ્ધ લોકોને સંગઠિત થઈને કોંગ્રેસનું નિયંત્રણ ફરી ડેમોક્રેટને સોંપવા અપીલ કરી હતી.

ઓબામાએ આરોપ લગાવ્યા હતા કે ભયનું રાજકારણ દેશ માટે વિભાજનકારી છે. રિપબ્લિકનના મજબૂત ગઢ માનવામાં આવતા કેલિપોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના અનાહેમમાં ઓબામાએ રેલીને સંબોધતાં કહ્યું હતું કે દેશ પડકારરૃપ પળોમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકી પૂર્વ પ્રમુખો હંમેશાં ફરી લોકપ્રિય થવાથી દૂર રહેતા હોવાનું ચલણ છે. પરંતુ ઓબામાએ આ ચલણને કોરે મૂકીને ચૂંટણીઓમાં ડેમોક્રેટની દાવેદારીને મજબૂત કરવા લોકો વચ્ચે આવ્યા છે. તેમણે કહ્યું કે નવેમ્બરમાં લોકોએ સ્પષ્ટ સંકેત આપવાની જરૃર છે કે તેઓ ભય,આક્રમકતા અને વિભાજનના ચક્રને બદલવા માગે છે.

ઓબામા આ પહેલાં શુક્રવારે ઈલિનિયોસ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ અમેરિકાના થઈ રહેલા વિભાજિકરણ અને ધ્રુવીકરણનું કારણ છે. ટ્રમ્પ તે રોષ અને આક્રોશનો લાભ રહ્યા છે કે જેને રાજનેતાઓ વીતેલાં કેટલાંક સમયથી હવા આપી રહ્યા હતા. ઓબામાએ કહ્યું કે અમેરિકી ભૂતકાળમાં ડર અને ગુસ્સો ભરવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ જીવનમાં આવેલા ઉતાર ચડાવના કારણે પણ ગુસ્સો પેદા થાય છે.

તેમણે કહ્યું કે એ ગુસ્સા અને આક્રોશને દુર્ભાગ્યવશ રિપબ્લિકન પાર્ટીમાં સ્થાન મળી ગયું છે. તેમણે કહ્યું કે જે લોકો નાઝી વિચારધારા સાથે લાગણી ધરાવતા હતા તેમની વિરુદ્ધ આપણે જે રીતે અવાજ ઉઠાવતા રહ્યા હતા તે જ રીતે ભેદભાવો વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવો જોઇએ.