Objectionable Slogans Raised In Amit Shah's Road Show In Delhi
  • Home
  • Featured
  • “ગદ્દારોં કો ગોલી મારો…” અમિત શાહનાં રૉડ શૉમાં લાગ્યા નારા, મનોજ તિવારીએ આપ્યો જવાબ

“ગદ્દારોં કો ગોલી મારો…” અમિત શાહનાં રૉડ શૉમાં લાગ્યા નારા, મનોજ તિવારીએ આપ્યો જવાબ

 | 5:00 pm IST
  • Share

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહનાં રોડ શૉમાં કેટલાક લોકોએ નારેબાજી કરી છે. અમિત શાહ રવિવારનાં દિલ્હીનાં ઘોંડા વિધાનસભામાં રોડ શૉ કરી રહ્યા હતા. આ દરમિયાન ‘દેશ કે ગદ્દારોં કો ગોલી મારો’ અને ‘હમ દેકર રહેંગે આઝાદી’ જેવા નારા લાગ્યા હતા. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ આના પર કડક પ્રતિક્રિયા આપી છે.

બીજેપી આવા નારાઓનું સમર્થન નથી કરતી

મનોજ તિવારીએ કહ્યું છે કે, “બીજેપી આ પ્રકારનાં નારાઓનું સમર્થન નથી કરતી.” મનોજ તિવારીએ કહ્યું કે, “દિલ્હીમાં બીજેપી ચૂંટણી પાણી, યમુનાની સફાઈનાં મુદ્દા પર લડી રહી છે. જો કે કોઈ શાહીન બાગ બનવાનો પ્રયત્ન કરશે તો તેનો જવાબ સીએએથી આપવામાં આવશે.”

આખો દેશ CAAનાં સમર્થનમાં!

ઘોંડા વિધાનસભામાં બીજેપીએ અજય મહાવતને ટિકિટ આપી છે. અમિત શાહ અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી આ રોડ શૉમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ નારેબાજી કરી. રૉડ શૉમાં મનોજ તિવારીએ કહ્યું કે, “આજે આખો દેશ CAAનાં સમર્થનમાં ઉતરી આવ્યો છે.”

અમિત શાહ સાંજે 6 વાગ્યે રોહતાસ નગરમાં અને સાંજે 7 વાગ્યે બાબરપુરમાં પણ રોડ શૉ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીનાં છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કૉંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર છે.

આ વિડીયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરના ત્રાલ પહોંચ્યું ‘સંદેશ ન્યૂઝ’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો