Obscene gestures of 3 youths with a trader in Veraval, video Viral At blackmail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેરાવળમાં વેપારી સાથે વિકૃતિની પરાકાષ્ઠાઓ ઓળંગાઈ, મુખમૈથુન કરાવી વીડિયો ઉતાર્યો અને પછી…

વેરાવળમાં વેપારી સાથે વિકૃતિની પરાકાષ્ઠાઓ ઓળંગાઈ, મુખમૈથુન કરાવી વીડિયો ઉતાર્યો અને પછી…

 | 9:17 am IST

વેરાવળમાં વેપારી સાથે 3 યુવકોની અશ્લિલ હરકત કરી હોવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામી છે. એક તો વિકૃતિની પરાકાષ્ઠાને ઉપરથી લુખ્ખાગીરી કરીને અશ્લિલ હરકત કરી વીડિયો ઉતારી વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મોટી ખંડણી માંગવામાં આવી હતી. રૂપિયા 7 લાખની ખંડણી માંગતા ભાલકાના યુવકે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તમને જણાવીએ કે આ ઘટનામાં વેરાવળમાં આવેલ સોમનાથ ટોકિઝ પાસે મકાનમાં વેપારી સાથે અશ્લિલ હરકત કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાં અમન સિદિકી, શાહીદ ફકીર, મોહસીન સતારની અટકાયત કરવામાં આવી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે વેરાવળનાં ભાલકા વિસ્તારમાં રહેતા અને લાકડાં વહેરવાનો વેપાર ધંધો કરતાં પ્રજાપતિ યુવાનને તેના લઘુમતી સોસાયટીમાં રહેતા ફેસબુક ફ્રેન્ડ યુવાને સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બોલાવી નજીકમાં એક નવા બનતા મકાનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી ધરાર મુખમૈથુન કરાવતાં અને બીજા શખ્સે વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી અઢી લાખ અને થોડા દિવસ પછી ત્રીજા મુસ્લિમ યુવાન સાથે આવી સાડા ચાર લાખ રૂપિયાની ખંડણી માંગી અન્યથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પ્રજાપતિ યુવાને વેરાવળ પોલીસમાં વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ સાથે ફરિયાદ આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વેરાવળ ભાલકામાં રહેતા અને તેજ વિસ્તારમાં શો મિલમાં લાકડાં વહેરવાનો વેપાર કરતા 24 વર્ષીય પ્રજાપતિ યુવાનને ગત તારીખ 11/08ના રોજ ફેસબુક ફ્રેન્ડ ગરીબ નવાજ કોલોનીમાં રહેતા અમન સીદીકભાઈ લગતએ સોમનાથ ટોકીઝ પાસે બોલાવી બાઈકમાં બેસાડી નવા બનતા મકાનમાં લઈ જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી ધરાર મુખમૈથુન કરાવ્યો હતો. આ સમયે બહાર ઉભેલા ગરીબ નવાજ કોલોનીમાં રહેતા રાહિલ મહેબૂબ ફકીરે ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો.

આઠ દિવસ રૂપિયા આપી દે નહિતર વીડિયો વાયરલ કરશો તેવી ધમકી આપી હતી. અને યુવાનને વીડિયો દેખાડ્યો હતો. યુવાને પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતુ તે પછી ગઈકાલે ત્રીજો શખ્સ વેરાવળના મોસીન સતાર છુરી સાથે બન્ને યુવાનોએ આવી સાડા ચાર લાખ રૂપિયાની માંગણી કરી જો ન આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા યુવાને પોતાની પાસે આટલા પૈસા ન હોવાનું જણાવ્યું હતું.

બાદમાં આ સમગ્ર ઘટના અંગે પોતાના પિતા, મોટાભાઈ અને બનેવીને સાથે રાખી વેરાવળ પોલીસમાં વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ બતાવી ખંડણી અને ધમકી આપતાં હોય ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણેય આરોપીને ઝડપી લઈ કોરોના ટેસ્ટ માટે ક્વોરન્ટાઈન કર્યા છે. ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે.

જુઓ આ પણ વીડિયો: સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ ભરીને PM મોદીને જન્મદિનની ભેટ આપશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન