Photos: 'ઑક્ટોબર' ફિલ્મથી ડેબ્યૂ કર્યા પહેલા વરૂણ ધવનને નહોતી જાણતી આ હીરોઇન - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: ‘ઑક્ટોબર’ ફિલ્મથી ડેબ્યૂ કર્યા પહેલા વરૂણ ધવનને નહોતી જાણતી આ હીરોઇન

Photos: ‘ઑક્ટોબર’ ફિલ્મથી ડેબ્યૂ કર્યા પહેલા વરૂણ ધવનને નહોતી જાણતી આ હીરોઇન

 | 12:39 pm IST

વરૂણ ધવન અને બનિતા સંધૂ અભિનિત ફિલ્મ ‘ઑક્ટોબર’ 13 એપ્રિલનાં રોજ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને ઘણા સારા રિવ્યૂઝ મળ્યા છે. ફિલ્મમાં વરૂણ ધવન અને બનિતા સંધૂનો અભનિય પ્રસંશનીય છે. ફિલ્મની વાર્તા દર્શકોને કશુંજ બોલવા ના દે અને છતાંય હજારો વિચાર રમતા કરી દે તેવી છે. આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી બનિતા સંધૂ શૂટિંગ પહેલા વરૂણ ધવન અને આલિયા ભટ્ટને ઓળખતી પણ નહોતી.

બનિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું વરૂણ અને આલિયાને પહેલા નહોતી જાણતી. મારી મમ્મી બોલિવુડની ઘણી ફિલ્મો જુએ છે, પરંતુ હું ફક્ત શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયને ઓળખતી હતી. હું બાળપણથી જ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી, પરંતુ મને લાગતું હતું કે હું હિન્દી ફિલ્મોની હીરોઇન નહીં બની શકું કારણ કે મારી હિન્દી સારી નથી. મે ઑક્ટોબર ફિલ્મની પસંદગી સારી ટીમને જોઇને કરી હતી.” બનીતાએ આ ફિલ્મ માટે હિન્દી શીખી છે. ફિલ્મે પ્રથમ દિવસે 5 કરોડ આસપાસનો બિઝનેસ કર્યો છે.