Odd Even Scheme, I Think It's Not Needed : Nitin Gadkari
  • Home
  • Featured
  • અરવિંદ કેજરીવાલ ફરી કેન્દ્ર સાથે બાથ ભરવાની તૈયારીમાં! ઓડ-ઈવનને લઈને સામ-સામે

અરવિંદ કેજરીવાલ ફરી કેન્દ્ર સાથે બાથ ભરવાની તૈયારીમાં! ઓડ-ઈવનને લઈને સામ-સામે

 | 2:54 pm IST

રાજધાની દિલ્હીમાં ઓડ-ઈવમ પોલિસી લાગુ કરવાના નિર્ણય પર કેન્દ્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ અસહમતિ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની સડકો પર ખાનગી વાહનો ચલાવવાને લઈને 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન પોલિસી લાગુ કરવાનીએ જાહેરાત કરી છે.

આ મામલે અસહમતિ વ્યક્ત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું કે, હું નથી માનતો કે આ નીતિની જરૂર હતી. અમારી સરકારે જે રિંગરોદ બનાવ્યો છે, તેનાથી શહેરના પ્રદુષણમાં ઘણો જ ઘટાડો થયો છે. આવતા બે વર્ષમાં અમારી યોજનાઓથી દિલ્હી પ્રદુષણ મુક્ત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે હરિયાણા અને રાજસ્થાનથી ઉત્તરાખંડ તથા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવતા અને જતા વાહનોને દિલ્હીમાં ના પ્રવેશે અને તેઓ બાયપાસ જાય તે માટે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આનાથી એવા વહાનો દિલ્હીમાં પ્રવેશતા જ નથી, જેમને અત્યાર સુધી બીજા રાજ્યોમાં જવા માટે પણ દિલ્હીમાંથી થઈને જ પસાર થવું પડતુ હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં 4 થી 15 નવેમ્બર સુધીમાં ઓડ-ઈવન પોલીસીને લાગુ કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન પોલીસીને લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રદૂષનથી મુક્તિ માટે 7 સૂત્રીય એક્શન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલુ જ નહીં કેજરીવાલે દિલ્હીવાસીઓને ફટાકડામુક્ત દિવાળી ઉજવવાની પણ અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન