Odisha actress 'Apsara' to challenge Bollywood heroines
  • Home
  • Featured
  • બોલિવૂડ હિરોઈનોને ટક્કર આપવા આવી રહી છે ઓડિસાની એક્ટ્રેસ ‘અપ્સરા’, તમે પણ જોઈને રહી જશો દંગ

બોલિવૂડ હિરોઈનોને ટક્કર આપવા આવી રહી છે ઓડિસાની એક્ટ્રેસ ‘અપ્સરા’, તમે પણ જોઈને રહી જશો દંગ

 | 1:30 pm IST

બોલિવૂડ નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્મા ઇન્ડસ્ટ્રીમાં નવી હિરોઇનોને એન્ટ્રી અપાવવા માટે જાણીતા છે. ત્યારે રામૂએ તેમની ક્રાઇમ થ્રિલર માટે નવો ચહેરો શોધી લીધો છે. આ ઓડિશાની એક્ટ્રેસ બોલિવૂડમાં રામૂની ફિલ્મથી કદમ મુકશે. તેનું નામ અપ્સરા રાની છે. અપ્સરા રાની ખુબજ બોલ્ડ છે. રામ ગોપાલ વર્માની અપકમિંગ હિન્દી થ્રિલર ફિલ્મમાં અપ્સરા નજર આવશે અપ્સરા આ પહેલાં ઓડિશાની અને તેલુગુની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે તે હિન્દી ફિલ્મોમાં કેવો જાદુ વિખેરે છે.

અપ્સરા તેનાં બોલ્ડ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચાતી રહે છે. આમ તો અપ્સરા ઓડિશાની છે પણ તેણે તેનાં જીવનનો મોટાભાગનો સમય દેહરાદૂનમાં વિતાવ્યો છે હાલમાં તે હૈદરાબાદમાં છે. રામૂએ કહ્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ થ્રિલર હશે જે તેમની સફળ ફિલ્મ નેકેડ અને ક્લાઇમેક્સની અપકમિંગ ફિલ્મની સિરીઝ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન