વિદેશ જઈ રહેલા શાહ ફૈઝલની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ, કાશ્મીર મોકલાયા - Sandesh
  • Home
  • India
  • વિદેશ જઈ રહેલા શાહ ફૈઝલની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ, કાશ્મીર મોકલાયા

વિદેશ જઈ રહેલા શાહ ફૈઝલની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ, કાશ્મીર મોકલાયા

 | 2:41 am IST

। નવી દિલ્હી ।

પૂર્વ આઇએએસ અધિકારી અને જમ્મુ- કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફેઝલને બુધવારે પોલીસે દિલ્હી એરપોર્ટ પર અટકમાં લઈ લીધા હતા. કહેવાઈ રહ્યું છે કે તેઓ વિદેશ જઈ રહ્યા હતા. અટકમાં લીધા પછી શાહ ફૈઝલને દિલ્હી એરપોર્ટ પરથી જ કાશ્મીર પાછા મોકલવામાં આવ્યા હતા. શાહ ફૈઝલને તેમના ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યા છે.  શાહ ફૈઝલ ઇસ્તંબૂલ તરફ જઈ રહ્યા હતા. તેમની અટકાયત કરીને દિલ્હી એરપોર્ટ પરથી જ તેમને કાશ્મીર પાછા મોકલવામાં આવ્યા હતા.શ્રીનગર પહોંચતાં જ ફરી તેમની અટકાયત થઈ હતી.  કેન્દ્ર સરકારે જ્યારથી કલમ ૩૭૦ રદ કરવા નિર્ણય લીધો છે ત્યારથી શાહ ફૈઝલ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. બુધવારે તેમણે કહ્યું હતું કે, ‘અમારી સમક્ષ બે જ વિકલ્પ છે.

લાંબું આંદોલન કરવું પડશે : શાહ ફૈઝલ  

શાહ ફૈઝલે જણાવ્યું હતું કે રાજકીય અધિકારો પાછા મેળવવા કાશ્મીરે લાંબી , નિરંતર, અહિંસક રાજકીય આંદોલન કરવું પડશે. બકરી ઈદના દિવસે તેમણે નિવેદન આપ્યું હતું કે કાશ્મીરમાં ઈદ નથી. પોતાની જમીનને ખોટી રીતે ભારતમાં સામેલ કરવામાં આવતાં સમગ્ર વિશ્વમાં કાશ્મીરીઓ હૃદન કરી રહ્યા છે. ૧૯૪૭માં મળેલો વિશેષ દરજ્જો પરત નહીં મળે ત્યાં સુધી કાશ્મીરમાં ઈદ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન