Off season rain damage crops in gujarat, farmers concern about
  • Home
  • Featured
  • મોઢે આવેલ કોળીયો છીનવી જતા જગતના તાતનો આક્રોશ ભભૂક્યો, સરકારથી કરી માંગ

મોઢે આવેલ કોળીયો છીનવી જતા જગતના તાતનો આક્રોશ ભભૂક્યો, સરકારથી કરી માંગ

 | 3:00 pm IST

રાજ્યમાં કમોસમી વરસાદ, અતીવૃસ્તી અને માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં પાણી ન સુકાતા પાક બળીને સડી ગયો છે. જેને ખેડૂતોની કમ્મર તોડી નાખી છે. રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરતા પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો પાક સહાય તેમજ પાકવિમાની માગણી કરી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે સતત ત્રીજા વર્ષે મોરબી જીલ્લામાં ખેડૂતો નુકશાનીમાં મુકાયા છે. ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં 184% જેટલો વરસાદ નોંધાયો છે અને જેના લીધે ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકશાન પહોચ્યું છે. ભારે વરસાદ બાદ સતત પડેલા માવઠાએ તો ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવી લીધો છે. પરંતુ હવે સરકારના નિવેદનો અને પાક વીમાકંપની નિયમોના બહાને ખેડૂતોની માથાકૂટમાં વધારો કરી રહી છે. તેવામાં જગતના તાતનો આક્રોશ ભભૂકી રહ્યો છે.



સમગ્ર મોરબી જીલ્લો અતીવૃસ્તીનો સામનો કરી રહ્યો છે ત્યારે જીલ્લાના હળવદ તાલુકામાં કપાસનું 47238 હેકટરમાં મગફળી 14255 હેકટરમાં તેમજ અન્ય પાકોનું 2500 હેક્ટરમાં વાવેતર થયું હતું અને અતિવૃસ્તી તેમજ માવઠાથી આ તાલુકાના અનેક ગામોમાં પાકને મોટું નુકશાન થયું હતું. રાજ્યભરમાં જેમકે ધોરાજી, ચોટીલા, થરાદ, વાવ, સુઇગામ, પંથક બનાસકાંઠા, જેતપુર, જૂનાગઢ, રાજકોટમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાક સહાય તેમજ પાકવિમાની માગણી કરી રહ્યાં છે. પરંતુ એવું ન થતા હવે આક્ક્રોશ પણ આ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. સરકારે જાહેર કરેલ પેકેજ અપૂરતું હોવાની વ્યથા પણ ખેડૂતોને ચિંતિત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન